________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦
)
શ્રી કર્મયોગ મંચ-સવિવેચન.
પ્રભુની પ્રભુતા ખરેખર ઉપસર્ગો અને પરિષહ વેઠવાથી પ્રગટ થઈ હતી. શ્રી મહાવીરની પ્રભુતાને ગોશાલાના સંબંધથી નિશ્ચય થાય છે. અતએ શ્રી મહાવીર પ્રભુને ગોશાળે મળે તે સારા માટે અવબોધવું અને તેમજ શ્રી વીરપ્રભુના સંબંધથી ગોશાળે અને મુક્તિ જશે; ખરેખર તે પણ શુભાર્થ થયું અવબોધવું. શ્રીપાલરાજાને ધવલશેઠને સંબંધ ન થયે હેત તે શ્રીપાલની પ્રગતિ થઈ શકત નહી. શ્રીપાલરાજાની ઉત્તમતા સુજનતા ખરેખર ધવલશેઠની દુર્જનતાથી દીપી શકે છે અને તેથી શ્રીપાલના ગુણેની આદર્શતા અવલોકી શકાય છે. નરસિંહ મહેતાને તેમની ભાભી ન મળ્યાં હોત તો તેઓ ભક્ત બની શકત નહિ. નરસિંહ મહેતાને પુત્ર મરણ પામ્યા ત્યારે જે થાય છે તે સારા માટે થાય છે એવું માની “ભલું થયું ભાગી જંજાલ, સુખે ભજશું શ્રી ગોપાલ” વગેરે શબ્દોને હૃદય બહાર કાઢ્યા. શ્રી રામચંદ્ર જ્યારે સીતાને વનવાસમાં એકલાવી દીધી ત્યારે સીતાના અકલંક ચારિત્ર્યની લોકોને ખાત્રી થઈ. સીતાએ વનમાં સ્વાત્માની શુદ્ધતા અનુભવી. આપણને જે જે વિપત્તિ-ઉપસર્ગો થાય છે તે શુભાર્થ છે એવું પશ્ચાત અનુભવવામાં આવે છે. ભારતની સાથે બાહુબલીનું યુદ્ધ થયું તેમાંથી બાહુબલીને સંયમમાર્ગ પ્રાપ્ત થયું અને એક વર્ષ પર્યન્ત બાહુબલી વનમાં અભિમાન ધરી કાર્યોત્સર્ગ રહ્યા. તે દ્વારા તેમને અને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. શ્રીગૌતમસ્વામીને અહંકાર થયે તેમાંથી તેમને સધ પ્રાપ્ત થયે અને શ્રી મહાવીર પ્રભુના નિર્વાણથી તેમણે શેક કર્યો તેમાંથી કેવલજ્ઞાન પ્રાપ્ત થવાને માર્ગ ખુલ્લો થશે અને તેઓ કેવલજ્ઞાની થયા. શ્રીપ્રભવ ચાર પાંચસે ચોર સાથે જંબુસ્વામી શેઠના ત્યાં ચોરી કરવા રાત્રીના સમયમાં ગયા ત્યાં તેમને ચારિત્રરત્ન પ્રાપ્ત થયું. શ્રીશäભવસૂરિની યજ્ઞપાટક સંબંધથી ઉન્નતિ થઈ, કારણ કે તે યજ્ઞ કરાવતા હતા અને સાધુના શબ્દસંકેતે યજ્ઞસ્તંભ નીચેથી શાન્તિનાથની પ્રતિમા દેખવાને અવસર પ્રાપ્ત થશે અને તેથી તેઓએ ચારિત્ર અંગીકાર કર્યું. સુરદાસ ભક્ત પરણવાને જતા હતા ત—સંગે દાદને સમાગમ થયો અને તેથી તેઓએ સન્યસ્તવ્રત લીધું. શ્રી હેમચંદ્રાચાર્ય બાલ્યાવસ્થામાં પાટ ઉપર રમત કરતાં ચઢી બેઠા એજ તેમની ઉન્નતિનું આદ્યપગથીયું હતું. એક સાધુનું ભૂલા પડવું એજ મહાવીર પ્રભુના આદ્યભવ તરીકે નયસારની પ્રગતિનું મુખ્ય કારણ હતું. વનમાં સાધુ ભૂલા પડયા, ત્યારે તેની સેવા કરવાને નયસારને લાભ મળે અને તેથી તેઓને ઉપદેશનો લાભ મળે. પરમાત્મપ્રગતિનું આદ્યારોહણ તત્સમયે શ્રી મહાવીર પ્રભુનું દ્વિતીયચંદ્રકલાવત્ થયું. ઈશુક્રાઈસ્ટને વધસ્તંભ પર યાદીઓએ ચઢાવ્યો એજ ઇશુક્રાઈસ્ટના મતવૃદ્ધિનું મુખ્ય કારણ થયું અને તેથી કાઈસ્ટલેકેની સંખ્યામાં કરોડોગણે હાલ વધારો દેખાય છે. મહમદ પયગંબરને તેના શત્રઓએ મારવા પ્રયત્ન કર્યો અને મહમદના ભક્તોને પ્રતિપક્ષોએ સતાવ્યા એમાં જ મહમદની ઉન્નતિ સમાયેલી હતી કે જે તેણે પશ્ચાત્ તરવારની ધારવડે દુશ્મનને મારી
For Private And Personal Use Only