________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
S
નિઃસ્પૃહ કર્મયેગી સર્વ કંઈ કરી શકે.
( ૧૨૫ ).
सापेक्षकार्यबोधस्य साध्यलक्ष्योपयोगिनः । व्यवस्थितप्रबोधस्य साध्यकर्मणि योग्यता ॥ ३५ ॥ प्रसन्नास्यः क्रियाकाले समानो हर्षशोकयोः।
निःस्पृहः सर्वकार्येषु तस्यास्ति कार्ययोग्यता ॥३६॥ શબ્દાર્થ—કાર્યના ઉદ્દેશાદિના વિચારથી જેણે પરિપૂર્ણ યિાજ્ઞાન ગ્રહ્યું છે અને તેને જેણે નિશ્ચય કર્યો છે તેને કાર્ય કરવાની યોગ્યતા અવધવી. સાત્વિકાદિકર્મજ્ઞ, સ્વપરશાસ્ત્રવિશારદ અને જે જગતુહિતાર્થકર્મજ્ઞ છે તેને કાર્ય કરવાની યોગ્યતા અવધવી. જેણે પિતાને માટે દ્રવ્ય ક્ષેત્રકાલ અને ભાવથી અપેક્ષાએ સર્વ કર્મોની ઉપયોગિતા અવબધી છે તેને કર્તવ્યકર્મની યોગ્યતા અવબોધવી. જેની વ્યવસ્થાક્રમજ્ઞાનવડે સ્વાન્યધર્મપ્રકાશાર્થ કર્તવ્યકાર્યમાં પ્રવૃત્તિ છે તેની કાર્ય કરવામાં યોગ્યતા છે. જે મનુષ્ય સપ્તભીતિને ત્યાગ કરીને સ્વાત્મામાં સ્થિર થયો છે અને કીર્તિવાળી પૂજા વગેરેમાં અનાસક્ત છે તેની કાર્ય કરવામાં યોગ્યતા છે. અન્ય કાર્યના સંકલ્પ-વિકલ્પને નિવારણ કરતો હતો જે સ્વસાધ્ય કાર્યમાં અનન્ય ચિત્તવાળા થયે છે તેની કર્તવ્ય કાર્યમાં ગ્યતા છે. જેની સાક્ષીભૂત આત્માવડે કર્તવ્યકર્મમાં મતિ પ્રવર્તે છે અને જેણે સ્થિરપ્રજ્ઞાવડે સ્વાધિકારને નિર્ણય કર્યો છે તેની કાર્ય કરવામાં વ્યતા છે. સાધ્યાનુષ્ઠાનમગ્ન, નિષ્કામ કર્મયોગી અને કદાગ્રહરહિત મનુષ્યને કર્મની ગ્યતા છે. સાક્ષેપકાર્ય બોધવાળે સાધ્ય લોપયોગી અને વ્યવસ્થિત જનો પ્રબોધ છે એવા મનુષ્યને કાર્યની ગ્યતા અવબોધવી. ક્રિયાકાલે પ્રસન્નવદની હર્ષશોકમાં સમાન અને જે સર્વ કાર્યોમાં નિઃસ્પૃહ છે એ કર્મચગી મહાપુરૂષ જે છે તેને કાર્ય કરવાની યોગ્યતા છે.
ભાવાર્થ– ઉપર્યુક્ત વિષયનું વિસ્તારથી વિવેચન કરવામાં આવે છે. અમુક કાર્યની ક્રિયા કરવાને શે ઉદ્દેશ છે? શું પ્રજન છે? ઇત્યાદિને પરિપૂર્ણ નિર્ણય કરીને જેણે ક્રિયાજ્ઞાન પ્રાપ્ત કર્યું છે-તેને કાર્ય ક્રિયા કરવામાં અધિકાર છે. ઉદ્દેશાદિનો નિર્ણય કર્યા વિના કોઈપણ કાર્યયિાને જે કરે છે તે તે (દેવસી રાઈસી બે ભાઈની પેઠે વા ગારના ખીલાની ક્રિયા પેઠે) પરિણામે સમ્યગુલાભને પ્રાપ્ત કરી શકતો નથી અને તેમજ તેવી પ્રવૃત્તિથી અનેક પ્રકારની હાનિને પ્રાપ્ત કરે છે. અતએ જે જે કાર્ય કરવામાં આવે તેથી થતા લાભ અને તે તે કાર્યોની પ્રવૃત્તિ કરવાનાં વાસ્તવિક કારણે વગેરેનું સમ્યગજ્ઞાન કરવું જોઈએ. ઉદ્દેશાદિના વિચારપૂર્વક કાર્ય પ્રવૃત્તિનું નિશ્ચિત જ્ઞાન કરવું જોઈએ. અમુક કાર્ય કરું વા નહિ ? કરવામાં પણ લાભ દેખાય છે અને નહિ કરવામાં પણ અલાભ પણ દેખાતે
For Private And Personal Use Only