________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩
તાપસાશ્રમમાંથી પ્રભુને વિહાર લેકોની માન્યતાથી આત્માની સ્વતંત્રતાને નાશ ન કરે. સત્યની આગળ લેક રૂઢિનો હિસાબ ન ગણે. ગાયો વગેરે પશુઓનું હિંસક પશુઓથી રક્ષણ કરે અને અતિથિઓની સેવામાં મારી જ ઉપાસના છે એમ માનો. પવિત્ર બુદ્ધિથી વર્તો. કલિયુગમાં કલિયુગ પ્રમાણે ચાલનારા ઋષિઓ જ જીવી શકે છે. મનમાં નિર્બળ અને અશુભ વિચારો આવવા ન દે. ધર્માર્થે આત્માની શક્તિઓને વાપરો અને ધર્માથે સર્વ શુભ વિદ્યાદિ શક્તિઓને ગ્રહણ કરો. સ્વાર્થી લેકની આગળ સર્વ શકિતઓને ગોપવી પ્રવર્તી અને પરમાથી લોકોને સર્વ શુભ શક્તિઓ આપે. પરસ્પર ઉપકાર કરો, પણ એક પિતાની ફરજ માનીને કરો. સામે બદલે લેવાની સ્વપ્નમાં પણ ઈચ્છા ન કરો. પરોપકાર કરતાં તેનો સામો બદલે મળે તે ગ્રહો, પરંતુ સામે ઉપકાર લેવાની બુદ્ધિ ન રાખો. સત્યનિષ્ઠાથી વર્તતાં અન્ય મનુષ્યો ગમે તેવા ખોટા અભિપ્રાય બાંધે તેની જરામાત્ર દરકાર ન રાખે. જેમ જેમ તમે આત્મામાં મનને રાખશે તેમ તેમ જ્ઞાનાદિ શક્તિઓ વડે પિતાને ભરપૂર દેખશો. આત્માની શકિતઓ જે આછાદિત થયેલી છે તેને આવિર્ભાવ થવો તે વેગ છે, અને તે યુગના પ્રકાશક અસંખ્ય નિમિત્તકારણો પણ અપેક્ષાએ યોગ છે. અનેક નિમિત્તયોગથી ઉપાદાનયોગમાં પ્રવેશ કરો. ઉપાદાનગની અનેક દષ્ટિઓને પસાર કરી શુદ્ધાત્મદષ્ટિને પામો. જ્યાં સર્વ વિશ્વ એકસમાન દેખાય છે એવી સમભાવની દષ્ટિને પામો.
હે ઋષિઓ! સર્વ વિઘોન્નતિનો આધાર સર્વકાલામાં હું છું. મને સર્વરૂપ દેખે. સર્વમાં મને દેખો. મારામાં તમે છે, તમારામાં હું છું. હું અને તમે એક છીએ. મારા વ્યાપક રૂપને અનુભવવા અને એકરૂપ થવા માટે વ્યકિતત્વ અને ભેદત્વ ભૂલ. સર્વવ્યાપકરૂપ થવા જેમ જેમ વ્યાપક ભાવનાને આચારમાં મૂકશો તેમ તેમ ભેદ– ભુલાશે. નામ, રૂપ, કુલ, જાતિ, દેશાદિનું
For Private And Personal Use Only