________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાપસાશ્રમમાંથી પ્રભુને વિહાર
૪૩. છાતા સિંહ નામને દેવ થયા. ત્યાં ઉત્પન્ન થયા પછી તેણે વિચાર કર્યો કે હું કયા ધર્મથી આ ઉત્તમ જયોતિષી દેવા થયો? તેણે અવધિજ્ઞાનથી પૂર્વભવ દીઠે, પરમ પ્રભુ મહાવીર દેવને વાંચવા માટે જ્યાં પ્રભુ હતા ત્યાં આવ્યો અને પ્રભુની સેવાભક્તિ કરવા લાગ્યો. તેણે તારણ નગરના લોકોને પોતાના જન્મને ઈતિહાસ કહ્યો અને કહ્યું કે “તમો સર્વે પ્રભુ મહાવીર દેવના ભક્ત જેને બને. જેઓ પ્રભુ મહાવીરના હૃદયથી ભક્તો બનશે તેઓને હું સહાય આપીશ અને તેઓને તારંગ. પર્વત પર રહેલા સિંહના હુમલાથી બચાવીશ.” એ પ્રમાણે કહીને પશ્ચાત્ પ્રભુને વાંદી નમી ચાલ્યો ગયે.
ગાયે પિતાને પૂર્વભવ જા તેથી તેને પણ જાતિસ્મરણ જ્ઞાન પ્રગટયું. તે પ્રભુ મહાવીરેદેવની ભક્તાણી બની. પ્રભુને વાંદી નમી તે બચ્ચા સહિત તારણ નગરમાં ગઈ અને પશ્ચાત્ એક માસનું અનશન કરી સિંહદેવની સ્ત્રી કમલાદેવી તરીકે ઉત્પન્ન થઈ. તેણે પ્રભુ પાસે આવી વંદન નમન કર્યું.. કમલાદેવી અને સિંહદેવે પ્રભુને વંદન-પૂજન કરી કહ્યું કે તારંગગિરિ પર આવીને જેઓ કલિયુગમાં આપનાં જાપ-સ્મૃતિભક્તિ કરશે અને પોતાનું ભાન ભૂલી જશે તેઓને આપની મૂર્તિનાં દર્શન કરાવીશું અને તેઓને સહાયતા કરીશું. એ પ્રમાણે પ્રભુની આગળ કહીને તેઓ બને તિષી રાશિસ્થાનમાં ગયાં અને પ્રભુના નામને જાપ જપતાં આનંદમાં જીવન ગાળવા. લાગ્યાં. પ્રભુ તારંગ પર્વત પર એક માસ રહ્યા. પાર્થસંતાનને ઉપદેશ:
પ્રભુ ત્યાંથી વિહાર કરીને કલિયુગની સરસ્વતી નદીના મૂલ સ્થાન પર પધાર્યા. ત્યાં અનેક ઋષિઓ, કે જે શ્રી પાર્થ નાથ ભગવાનના સંતાનીય ભક્ત હતા, તેઓ ધ્યાન ધરતા હતા. પ્રભુએ ત્યાં પગલાં કર્યા કે ત્યાંનું વન વૃક્ષરાજિથી વિકસિત થઈ ગયું તથા સરસ્વતી નદીની અધિષ્ઠાત્રી દેવીએ પ્રગટ થઈને.
For Private And Personal Use Only