________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
. ૨૫
ચંતકોશિકનો ઉપગ શતા-અશાતાથી આત્માને ભિન્ન માને છે, જે આત્માના અનંત સુખને નિશ્ચય ધારે છે અને તેમાં ઉપયોગી રહે છે તે જીવન્મુક્ત, પ્રજી, દેવ છે.
- ચંડકૌશિક સર્ષ ! એક દેહમાંથી બીજા દેહમાં જતાં પૂર્વ દેહને ત્યાગ તે મરણું છે. પણ આત્મા તે ત્રણ કાળમાં અખંડ અવિનાશી નિત્ય રહે છે. અનંત કાળથી અનંત દેહમાં આવતા અને જો આમા બદલાતા નથી. આત્મા તે જ મહાવીર પ્રભુ છે. તેમાં મન, વાણી અને કાયાને હેમ કરતાં આત્મા જ્ઞાનાદિ શુથી પ્રકાશિત થાય છે. આત્માના ઉપયોગમાં ધર્મ છે–એમ એકવાર નિશ્ચય થતાંની સાથે આત્મા અનંત કર્મની નિર્જરા કરે છે. પૂર્વ ભવોનાં બાંધેલાં કર્મો ખરી જાય છે અને આત્મા વિશુદ્ધ બને છે. આત્મામાં જ જેનું મન છે તે અંતરાત્મા છે.
ચંડકૌશિક ! તું અંતરાત્મા બન્યો છે. હવે તું આગળ ને આગળ પ્રગતિ કરીશ, પણ પાછળ પતિત થઈશ નહિ. હવે, આભામાં મન રાખ. મારું સ્વરૂપ તારા હદય આગળ ખડું કર અને જે જે દુખ પડે તે સમભાવે વેદ (ભગવો, પણ કેઈ ઉપર ષિભાવ ન લાવ. જરામાત્ર અકળાઈ ન જા અને તું પિતાને શુદ્ધાત્મ મહાવીરરૂપે ભાવ. તારી ઈન્દ્રિયોમાં તું નથી એવું ભાવ. તારા શરીર દ્વારા પાપકર્મનું ફળ દુઃખ ઘણું વેદાશે, પણ પાછો શરીર દ્વારા અન્ય પર રાગદ્વેષ કરી તું નવીન કર્મ ન બાંધ. મૃત્યુ થતાં પહેલાં જેટલું મહની સાથે યુદ્ધ કરવું હોય તેટલું કરી લે. દેહાધ્યાસમાં પાછું ન અવાય તેમ ઉપયોગ રાખ. જેવી વૃત્તિ થશે તે તું બનીશ. માટે હવે હારજીતની બાજી તારા હાથમાં મૂકી છે. હવે તારું શૂરપણું દાખવ અને મનની નબળાઈને દૂર કર. આત્મા અનંત શક્તિમય છે. તેની શ્રદ્ધા રાખ.
ચંડકૌશિક પ્રભે ભગવદ્ ! આપના ઉપદેશ પ્રમાણે હવે હું ઉપયોગ રાખું છું અને અનશનવ્રત અંગીકાર કરું છું.
For Private And Personal Use Only