________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર છે, અને વ્યક્તિભાવે પણ મહાવીર થાય છે એમ તેં નિશ્ચય કર્યો છે, તેથી ચોથી ભૂમિકામાં પ્રવેશ કરી અને આયુના ક્ષયે દેહને ત્યાગ કરી મારી ભક્તિના પરિણામથી અશ્રુત નામના બારમાં દેવલોકમાં ઉત્પન્ન થઈશ. ત્યાંથી ચ્યવી અહીં ભરતક્ષેત્રમાં માનવને જન્મ ગ્રહીને કેવળજ્ઞાની બની કરડે મનુષ્યોને ઉદ્ધાર કરીશ. પછી શરીર ત્યાગી સિદ્ધ પરમાત્મા બનીશ. આ ભવમાં તું જૈન ધર્મની દ્રવ્યર્થી અને ભાવથી પ્રભાવના કરીશ. આત્માના રંગમાં રંગાયેલા એવા તને કર્મોને ભેગ છે. તને જે હાલ ચારિત્રમેહ નડે છે તે બીજા ભવમાં બિલકુલ ટળી જશે.”
પરમાત્મા મહાવીરદેવનાં અમૃત વચનનું શ્રવણ કરીને શતાનીક રાજા અત્યંત હર્ષ પામે અને તે પ્રભુને વારંવાર વંદન-નમન કરવા લાગ્યો. પિતાને ક્ષોપશમ સમ્યકત્વની પ્રાપ્તિ થઈ તેથી તે સિંહની પેઠે સ્વાત્માને પરાક્રમી અનુભવવા લાગ્યો.
પ્રભુ મહાવીરદેવે કૌશાંબીનગરીના સર્વ જાતીય લોકોને ‘ઉપદેશ દીધો કે, “હે ભવ્યાત્માઓ! તમે બહિરાત્મભાવમાંથી અન્તરાત્મભાવમાં આવે. જડ વસ્તુઓમાં સુખની બુદ્ધિ ધારણ કરીને બાહ્ય સુખની લાલચે દીનપણું ન ધારણ કરો તથા અન્ય લોકેની સાથે અનેક પ્રકારના કપટાચાર ન કરો.
હે ભવ્ય લેકે! તમે જડ વિશ્વમાં સુખની બુદ્ધિ ધારણ કરીને તથા દેહને જ આત્મા માનીને આત્માને અને આત્મસુખને ભૂલો નહીં. દેહાધ્યાસને ત્યાગ. આત્મા એ જ મહાવીર છે. મહાવીરસ્વરૂપમાં લયલીન બને. જડ વસ્તુઓને લક્ષ્મી માનીને અને તેના ભાગમાં જ સુખ છે એવી બ્રાંતિ ધારણ કરીને લક્ષ્મી, સત્તાદિકની પ્રાપ્તિ માટે ક્રોધ, માયા, લભ, પ્રપંચ, જૂઠ, હિંસા, ચોરી, વિશ્વાસઘાત, અન્યાય, જુલમ, અનીતિ વગેરે દેને ન સે. અન્ય લોકોને સતાવે નહીં.
સત્ય સુખ ખરેખર આત્મામાં છે. બાહ્યમાં સુખની બ્રાંતિથી
For Private And Personal Use Only