________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલ્પનિક અધ્યાત્મ મહાવીર ઃ ૧૯ છે, જેમાંથી કમગ, કર્મપ્રકૃતિ, ઈશાવાસ્યપનિષદ, શ્રીમદ્ દેવચન્દ્ર ભાગ ૧-૨, આનન્દઘનપદ ભાવાર્થ, ભજનસંગ્રહ ભાગ ૧૧, સમાધિશતક પ્રભૂતિ ગ્રન્થ તે ઉત્કૃષ્ટતમ ને અનન્યસાધ્ય છે. વળી આ બધા દળદાર ગ્રન્થ છે. - ૨૭ વર્ષની ભરજુવાનીએ દીક્ષા લીધી, અને વૃદ્ધત્વના કિનારે પહોંચે તે પહેલાં જ સ્વર્ગવાસી થયા. દીક્ષા પર્યાયના આ ટૂંકા ગાળામાં ૨૦ હજાર પૃથ્યમાં સાહિત્યસેવા કરી. આ ઉપરાંત એ યોગનિષ્ઠ મહાપુરુષે પિતાની યોગસાધના દ્વારા જે જે ભવિષ્યવાણું ભાખી, તે આજે પણ નમૂનારૂપે જોવા જેવી છે.
વિક્રમ સંવત ૧૯૮૧માં એ યોગીને શરીર ત્યાગવું છે. તે સમયે ભારતમાં સ્વરાજ્યની લડતના જુદા જુદા અખતરા થતા હતા. દેશના રાજવીઓ, શ્રીમંતો અને બીજા પણ રાજકારણું લેકે મહાત્મા ગાંધીને હસતા હતા. તે વખતે પૂ. જેનાચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજે અન્યને કલ્પનામાં પણ ન આવે તેવી આગાહીઓ કરી. જેમકે-એક દિન એ આવશે”નું કાવ્ય જુઓ.
ભારતમાં સ્વતંત્રતા આવશે અને આખા દેશમાં સ્વરાજ્ય પ્રાપ્તિની ખુશાલી થશે. સાયન્સ વિદ્યાઓ ખૂબ આગળ વધશે અને આશ્ચર્યચકિત કરે એવા સાયન્સ-વિજ્ઞાનના પ્રયોગ થશે.
બધાય રાજા થશે. બધાય પ્રજા થશે. હુન્નર કલા વગેરે. ના પ્રયોગો ઘણું થશે, અને સૌ શાન્તિને શ્વાસ લેશે.”
તેઓશ્રી બદ્દર્શનના, જે સાહિત્યના, આગમ, ચૂર્ણિ-ભાષ્ય, રિકાના અને ન્યાયશાસ્ત્ર જેવા દુર્ગમ ગ્રન્થના પરિશીલનમાં રાતદિવસ વ્યસ્ત રહ્યા છે. અન્યથા એ આચાર્ય ભગવંતના ગ્રન્થમાં ભક્તિગ, કમળ, તર્કગ, આગમગ વગેરે ક્યાંથી હોય?
ઈશાવાસ્યોપનિષદ ગ્રન્થ વાંચ્યા પછી આપણે સહજ
For Private And Personal Use Only