________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાલ્પનિક અધ્યાત્મ મહાવીર H 11 છે, પણ ઓછા આયુષ્યથી પ્રજ્ઞાવંત ને પરિશ્રમવંત પુરુષાથી વિરે કહે દિવસે ડર્યા છે? અનુભવ એમ કહે છે કે ઓછા આયખાથી અધિક કાર્યો થયાં છે. ફક્ત 50-51 વર્ષનું આયુષ્ય ને તેમાંય જ્ઞાન–સ્વાધ્યાય ભરી તો એક પચ્ચીસી, છતાં જ્ઞાન અને પ્રજ્ઞાને ફાલ કેટલે મેટ? વળી સમર્થ સૂરિવરની પ્રતાપી લેખિની કેઈ એક ક્ષેત્રને જ ખેડીને બેસી ન રહી. વાડમયના તમામ વિભાગોને આવરી રહી. તેઓએ તત્વજ્ઞાન ને અધ્યાત્મ જ્ઞાનની ઊંડી ચર્ચાવાળા ગ્રંથ રચ્યા. ઈતિહાસ, વિવેચન ને જીવનચરિત્રનું સુંદર સાહિત્ય આપ્યું. ધર્મનીતિના બોધભર્યું ઉત્તમ પત્રસાહિત્ય સર્યું. કાવ્યો, ભજનો ને ખંડકાવ્યોને પણ સરસ ફાલ ઉતાર્યો. માતૃભાષા સાથે દેવભાષામાં એ ગ્રંથ નિપજાવ્યા. વીસ હજાર પૂછાથી પણ વધુ પૂછોવાળા મબલખ આ સાહિત્યે જાણે એ કાળના વાડ્મયને વાસંતિક બતાવ્યું. ગ્રંથકર્તા તો અનેક થયા છે ને થશે, પણ ગ્રંથલેખકમાં અને ખાસ કરીને ધર્મ, નીતિ, યોગ ને અધ્યાત્મના લેખમાં હોવી ઘટે એ સત્યતા ને સમ્યગદષ્ટિ આપણા મહાન સરિરાજમાં ભરપૂર હતાં. તેઓ સંપૂર્ણ જૈન હતા, પણ એમનું જૈનત્વ સંસાર સાથે દેવ નહોતું કરતું ; સુમેળ સાધતું હતું. જિતે તે જિન, અને જે જિનના અનુયાયી તે જૈન. આ સિદ્ધાંત જોતાં તેઓ જ્યાં સદ્ગુણ, સંયમને સચ્ચાઈ જોતાં ત્યાં તેના થઈ જતા. અને આ કારણે એમનું મંડળ એકપક્ષી રહ્યું નહોતું. એ અલખમસ્ત દાયરો કે દરબાર લે ખાતે, ને તેમાં સુરિરાજો, પંન્યાસ, પદવીધો, જ્ઞાનીઓ, સંન્યાસીઓ, શંકરાચાર્યો, વિદ્વાન, ગૌસેવકો, ગેસ્વામીઓ, ગૃહસ્થ, ભજનિકે ને મીરે રહેતા. અઢારે આલમ અહીં એક આત્માના આરે એકત્ર થતી. અહીં એકાંતે સુરીશ્વરજી આત્માની વાતો કરંતા. સહુને ભારપૂર્વક કહેતાઃ અધ્યાત્મી બનો. યોગ શીખો. ગસિંહ બનો. અધ્યાત્મજ્ઞાનથી આત્મા પરમાત્મા બને છે.” સૂરિજીની આત્મરમણ ને બ્રહ્મનિષ્ઠા અપૂર્વ હતાં. સાથે એ કાળના નમન કરી શકાય પણ ઓળખી ન શકાય એવા જોગંદર હતા. સંસારના સર્વ છે એમના પ્રેમી મિત્રો હતા H ને એમાં સ્થાન, સર્પ, કીડી ને કેડી પણ આવી જતાં હતાં. એ કહેતા કે સર્વ કાર્યને પાયો જાંગ બ્રહ્મચર્ય છે. એમને For Private And Personal Use Only