________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાપસાશ્રમમાંથી પ્રભુને વિહાર પ્રવર્તશે.પુનઃ પૃથ્વીની પ્રજાઓમાં હરીફાઈ જાગશે, સંઘર્ષણ થશે.
“ગાડાના ચકની પેઠે ઊંચા થતા એવા તો વીસ ઉદય કલિયુગમાં થશે. દરેક ઉદયમાં મારે બોધ મુખ્યપણે પ્રવર્તશે. પુનઃ મારા બંધ પ્રમાણે લેાકો નહીં ચાલે એટલે ઉદયનું ચક નીચું જશે. પુનઃ મારી સેવા-ભક્તિ-નીતિ પ્રવર્તતાં ચક પાછું ઊંચું આવશે. એમ વીસ વખત ઉદય પ્રવર્તશે. પશ્ચાતું કલિયુગનો વિનાશ થશે. મારા ધર્મમાંથી અનેક ધર્મો નીકળશે અને તે મારા ધર્મથી પિતાને પ્રાચીન કહેશે. પ્રાચીન પુસ્તકોમાંથી ઘણા મારા ઉપદેશોને દૂર કરશે. ત્યારે તેઓને મારી અને મારી આજ્ઞા પ્રમાણે ચાલનારા દેવેની સહાય મળતી બંધ થશે. તેઓ પોતાનાં મૂલ નીતિ-ધર્મને ભૂલી જશે અને ત્રાહિ ત્રાહિ પિકારશે, એટલે તેઓની સહાય કરવા મારા ભક્ત દેવો પૃથ્વી પર અવતરશે અને દુષ્ટ રાજ્ય તેમ જ ધર્મોને નાશ કરશે. કાળી, ગેરી, પીળી સર્વ પ્રજાઓ પુનઃ ધર્મ– માર્ગમાં આવશે. એ પ્રમાણે ઉદય અને અનુદયના ચક્રમાં ધર્મ અને અધર્મની વારાફરતી મુખ્યતા-ગૌણતા થયા કરશે. જે લેક મારી ભક્તિમાં અચલ રહેશે અને મારા નામને જાપ ચૂકશે નહિ તે લેકે અધમીઓના હુમલા સામા ટકશે. જે જેનો નાશ પામવાની અણી પર આવશે, પરંતુ મારી સેવાભક્તિમાં કલિયુગમાં પ્રવર્તાશે તેઓ આકાશમાં વાદળાં જેમ છવાય છે તેમ પાછા પૃથ્વી પર છવાઈ જશે. મારા ભક્તો કલિયુગમાં સ્કૂલ વિશ્વમાં જડ શક્તિ સાથે સંબંધિત થઈ અને મન તેમ જ આત્મામાં દેવી અને આધ્યાત્મિક શક્તિઓથી સંબંધિત થઈ જીવતા રહેશે અને બાહ્ય રાજ્ય તથા આત્મસામ્રાજ્યને ટકાવી શકશે.
કષિઓ! તમો પવિત્ર જ્ઞાન ચગી છે. તમે જૈનધર્મને ઉત્તર દેશમાં સર્વત્ર ફેલાવે. જોકે જૈનધર્મ અનાદિ કાળથી
For Private And Personal Use Only