________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬
અધ્યાત્મ મહાવીર લેવા તે અહિંસા છે. વિશ્વની રક્ષા માટે જે જે બળ, શક્તિ, રાજ્ય આદિની વ્યવસ્થા કરવી તે અહિંસા છે.
જીવન જીવનમાં જીવને અને અ ને ભાગ એ ઉપગ્રહ છે. નૈસર્ગિક જીવનદષ્ટિએ નૈસર્ગિક જીવનદષ્ટિની સ્વાભાવિક પ્રવૃત્તિથી વિશ્વના સર્વ જી પ્રવર્તે છે એમ જે જીવ રહસ્ય અવધીને ઔત્સર્ગિક-આપવાહિક જીવનદષ્ટિએ દેશકાલાનુસાર પ્રવર્તે છે તે અહિંસક છે. આત્મદષ્ટિએ અહિંસાતત્ત્વ આજીવિકાદિ કારણ એ જુદા જુદા પ્રકારનું છે, એમ જે અનુભવે છે તે અહિંસામાં ઉદાર આચાર-વિચારવાળે બને છે.
અજ્ઞાન અને અતિદયાની લાગણીથી અહિંસાતત્ત્વ તે હિંસારૂપ છે. અજ્ઞાન અને કૂર લાગણીથી અહિંસા તે હિંસા છે.
અતિદયા અને અદયા, કે જે અજ્ઞાન અને મેહ આદિથી છે, તેથી દેશ, સમાજ, રાજ્ય, વ્યાપાર, ક્ષાત્રબળ, કૃષિકર્માદિક કલાએને અને ચતુર્વિધ સંઘબળને નાશ થાય છે. સર્વ દેહધારીએ પરસ્પર એકબીજાના નૈતિક આશ્રયથી જીવી શકે એવી વિચાર અને આચારની પ્રવૃત્તિઓમાં સમાજદષ્ટિએ અહિંસાતત્ત્વ રહ્યું છે. ધર્મયુદ્ધાદિક વડે પ્રવૃત્તિ કરવી અને સિનિક કાયદાઓ પ્રમાણે વર્તવું તે સિનિક દષ્ટિએ અહિંસાતત્વ છે, અને તેનાથી વિપરીત હિંસાતવ છે. ચારે વોંની સ્વસ્વ ગુણકર્માનુસારે નીતિપૂર્વક જે જે પ્રવૃત્તિ થાય છે તે વર્ણદષ્ટિએ અહિંસાતત્ત્વ છે, અને તેમાં પણ ઉત્સર્ગકાલે ઉત્સર્ગથી અને અપવાદકાલે અપવાદથી અહિંસાતત્ત્વ છે. દેશ, કેમ, સમાજ, રાજ્ય, સંઘાદિકની બાહ્ય શક્તિઓનું અને આન્તરશક્તિઓનું દરેક યુગના અનુસારે રક્ષણ થાય અને સામાજિક સર્વશક્તિઓ જીવતી અને સુવ્યવસ્થિત રહે એવી સર્વ યુક્તિઓમાં તેમ જ પ્રવૃત્તિઓમાં અલ્પ દોષ અને મહા ધર્મવાળું અહિંસાતત્ત્વ રહ્યું છે. જૈનધર્મની દૃષ્ટિએ જૈનધર્મને સર્વત્ર અને સર્વ મનુષ્યોમાં પ્રચાર થાય એવા યુગે યુગે, કાલે કાલે જે જે યોગ્ય
For Private And Personal Use Only