________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
અધ્યાત્મ મહાવીર ૌનોની અને તેની ભાવી સંતતિની પડતી થાય છે. જીવતા કર્મચાગી મનુષ્ય પર જે દેશમાં, કોમમાં, સંઘમાં માન, પ્રેમ, સત્કાર નથી તે દેશમાં મહાવીરાત્માઓ પ્રગટતા નથી. બાલિકાઓના અને સ્ત્રીઓના અજ્ઞાનપણથી અને તેઓના સાંકડા વિચારોથી અને સંકુચિત પ્રવૃત્તિઓથી દેશ, રાજ્ય, સમાજ, જૈન ધર્માદિની દેશકાલાનુસારી સર્વ શક્તિઓને નાશ થાય છે. ગૃહસ્થાશ્રમનું મહત્વ :
શારીરિક બળ અને માનસિક શક્તિઓની જેઓ ખિલવણી કરે છે તેઓ શુદ્ધાત્મમહાવીર પ્રભુને પામે છે. વીર્યરક્ષાદિકથી શારીરિક આરોગ્ય અને બળને જાળવવું. એમાંથી ગૃહાવાસની ઉન્નતિ પ્રગટે છે. સર્વ પ્રકારના ધર્મોને આશ્રય ગૃહસ્થાવાસ છે. ગૃહસ્થાવાસની ઉઘતિથી ઉત્તમ પ્રકારના ત્યાગીઓ પ્રકટે છે.
ગૃહસ્થામાં કલિકાલમાં સંઘબલ સર્વોત્કૃષ્ટ રહેશે. પ્રિયદર્શના કુમારિકા ! તમારા જેવી કન્યાઓ ગૃહસ્થાવાસમાં આદર્શ સતીઓ બની પ્રભુ મહાવીરદેવના તીર્થસ્થાપનકાર્યમાં ત્યાગિનીઓ બનશે અને જૈનોની સેવાભક્તિમાં મન–વાણ-કાયાદિકનું સ્વાર્પણ કરશે. પ્રિયદર્શના! તારા જેવી કુમારિકાઓ ગ્યવયે ગૃહિણીઓ બની વિશ્વની ઉન્નતિ કરશે અને તારાં સંતાનોની વંશપરંપરા કલિયુગમાં જૈન ધર્મ અને શ્રી મહાવીર પ્રભુની ભક્તિને પ્રચારવામાં મહાન આત્મગ આપશે. તારાં સંતાને કલિયુગમાં આર્યાવર્તમાં જૈનોની સેવાભક્તિ કરવામાં પ્રભુ મહાવીરદેવની જ સેિવાભક્તિ અનુભવશે. સર્વ વિશ્વમાં સર્વ પ્રકારના સત્યરૂ૫, સર્વ શુભશક્તિરૂપ અને જૈનધર્મરૂપ આત્મા જ છે. આત્મા તે જ સત્તાએ કે વ્યક્તિએ જૈન, જિન અને અહંન છેમાટે તારામાં પ્રગટેલી સર્વ પ્રકારની શુભ શક્તિઓ, પ્રવૃત્તિઓ તે જ વ્યક્ત મહાવીરદેવને ધર્મ છે. તેના વડે ગૃહસ્થ મહાદેવી બની સંસારમાં જૈન ધર્મને પ્રચાર કર.
પ્રિયદર્શના! સત્ય ત્રણે કાળમાં એકસરખું છે. મહાવીર અને
For Private And Personal Use Only