________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
અધ્યાત્મ મહાવીર પ્રિયદર્શના ! જ્યારે શુદ્ધ પ્રેમાભવીરનું સર્વ વિશ્વ પર એકસરખું ચાહવું થાય છે, ત્યારે પિંડ અને બ્રહ્માંડમાં સર્વ પ્રિયરૂપ દેખાય છે. તેથી આત્મસમ્યગ્દષ્ટિ પ્રિયદર્શનારૂપ અનુભવાય છે. જે કંઈ દેખાય છે તે સર્વ પ્રિયરૂપ અને પ્રેમરૂપ છે અને તે દેખવાની દષ્ટિ પ્રિયદર્શના છે. તે આત્મમહાવીર અને સર્વગુણપર્યાયશક્તિરૂપ યદાના એકાત્મભાવથી પ્રગટે છે, એમ જે અનુભવે છે તે આત્મામાં મુક્તિ પ્રગટાવે છે. આત્માની સાથે રહેલા મનમાં શુભાશુભ અનંત સૃષ્ટિ રચવાની, પાળવાની અને સંહરવાની શક્તિ રહેલી છે. જ્યારે મનની દશાના વિલયની સાથે સ્વપ્નની પેઠે તેનાથી રચાયેલી સ્કૂલ-સૂમ વિચાર-કર્માત્મક સૃષ્ટિને વિલય થાય છે, ત્યારે છેવટે એકાત્મપરમબ્રહ્મ મહાવીરદેવ અને તેમની ગુણપર્યાયાત્મક સર્વશક્તિસમૂહરૂપ યદા એકશેષ રહે છે. બને એકરૂપરૂપે દ્રવ્યપણે છે અને પર્યાય દષ્ટિએ અનેકરૂપ છે.
પ્રિયદર્શના ! નવતત્વના જ્ઞાનથી સમ્યગ્દર્શનરૂપ પ્રિયદર્શના દૃષ્ટિની પ્રાપ્તિ થાય છે અને તેથી વિશ્વમાં અલૌકિક રસસૌંદર્ય જ્યાંત્યાં વિલસતું અનુભવાય છે. જન્મમરણાદિ પર્યાયે પણ આમેતિ માટે પરિણમતા અને મધુર-સૌન્દર્યરૂપ અનુભવાય છે, ત્યારે વિશુદ્ધ વ્યાપક પકવ પ્રેમનું પ્રાકટય અનુભવાય છે. તે વખતે દુઃખ, ભય, નિરાશા, દુઃખની વેદના સ્વપ્નની પેઠે વિલય થયેલી અનુભવાય છે. જડ પદાર્થોમાં પણ તે દિશામાં કંઈક પોતાની પ્રિયદર્શનારુષ્ટિના પરિણામનું અલૌકિક રસસૌન્દર્ય અનુભવાય છે. તેવી દશામાં બંધ–મેક્ષની કલ્પનાવાળું મન વિલય પામેલું હોય છે. આવી દશામાં ભક્તો, રોગીઓ, જ્ઞાની અનેક જન્મ કરીને છેવટે આવે છે. પ્રેમ :
- વીર અને યશદારૂપ મનોવૃત્તિઓના સંયોગથી સર્વત્ર પ્રિય દેખનારી અને પ્રેયઃ દેખનારી પ્રિયદર્શનાને પિંડ-બ્રહ્માંડમાં,
For Private And Personal Use Only