________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર મહાવીરદેવનું શરણ અંગીકાર કર્યું છે. તે પ્રભુ મહાવીરના દર્શનમાત્રથી પરમાનંદને પામ્યા છે. શુકદેવે પણ શુદ્ધાત્મમહાવીર પ્રભુમાં પિતાનું મને ટાળ્યું છે અને પ્રભુ મહાવીરદેવના મુખથી પ્રગટ થયેલા વેદોમાં મન પરોવ્યું છે. એમ અનેક દેવરૂપ થયેલા ઋષિઓએ અને મુનિઓએ પ્રભુ મહાવીર દેવને પરમેશ્વરરૂપે અનુભવ્યા છે.
પ્રભુ આત્મરૂપે આપણી પાસે છે અને શરીર થકી પણ પાસે આવશે. તે આત્મા અને કર્મનું એટલું બધું સૂક્ષ્મ સ્વરૂપ જણાવશે કે આજ સુધી કઈ એ તેવું કર્મનું અને આત્માનું સ્વરૂપ બતાવ્યું નથી. જ્ઞાનથી આત્માને અને કર્મને આબેહુબ દેખાડશે.
પ્રિયદર્શના! જેવી શ્રદ્ધા આપણે કરીએ છીએ તેવાં આપણે બનીએ છીએ. જેવું ધ્યાન તે ધ્યાતા બને છે. સત્ય ન્યાયથી ચાલ. નમ્ર બને, પણ ગરીબ ન બન. ક્ષમા ધાર, પણ અશક્ત ન થા. ધમપાલનમાં સજજ થા. હિંસા, અસત્ય, વ્યભિચાર, ચારી, વિશ્વાસઘાત વગેરે પાપકર્મો કરનારાઓને શિક્ષા કર અને તેઓને પવિત્ર કર.
જે કાળે જે દેશે જે જે આહારથી જિવાય તે તે આહાર પ્રહણ કર અને આજીવિકાનાં કર્મોથી લોકો જીવે એવા ઉપાય બતાવ. સર્વ જીવેને તું સદા આત્મા સરખા દેખ. સવારે અને સાંજે તું જ્યાં હો ત્યાં પ્રભુની પ્રાર્થના કર, પ્રભુ મહાવીર જે કરે છે, હરે છે તે સત્ય છે, એમ પૂર્ણ વિશ્વાસ રાખ. હવે આપણે પ્રભુમાં મન રાખીને આત્મમહાવીરના જીવનથી સંસારમાં રહી પ્રવર્તીશું. બૃહસ્પતિ ઋષિએ પૂછેલો પ્રશ્ન
બૃહસ્પતિ ઋષિઃ રાજન નંદિવર્ધન! તમને પરમાત્મા મહાવીર દેવે જૈન મહાવીરસંઘની વ્યવસ્થા અને તેની સેવાભક્તિ સંબંધી કઈ કઈ નાતિઓ સમજાવી હતી, ચતુર્વિધ સંઘનું માહામ્ય કેવી રીતે. સમજાવ્યું હતું, તે કૃપા કરીને કહેશો.
For Private And Personal Use Only