________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગદીક્ષા મહોત્સવ
૪૩૭ હતા. શ્રીમતી મહાદેવી યશદાદેવી નામણુદી ઝાલી ચાલતાં હતાં અને હું પણ પ્રિયદર્શનને સાથે લઈ ચાલતી હતી. સિદ્ધાર્થ રાજાનાં સર્વે સગાંઓ ચાલતાં હતાં
ક્ષત્રિયકુંડ નગરના મધ્ય ભાગમાં થઈને, ચીટા વચ્ચે વચ બજારમાં થઈ ઈશાન તરફ વધેડે ચાલ્યા. ગેખમાં બેઠેલી સ્ત્રીએ પરબ્રહ્મ મહાવીર દેવને દેખીને વંદન-નમસ્કાર કરવા લાગી, પ્રણામ કરવા લાગી તથા જય-વિજય શબ્દોથી પ્રભુને વધાવવા લાગી. લાખો મનુષ્ય પ્રભને આંખોથી જેવા લાગ્યા અને કહેવા લાગ્યા કે “અહો! પ્રભુ! હવે પાછા ક્યારે મળશે? પ્રત્યે મહાવીદેવ! અમને તમે દર્શન દેતા રહેશે. તમારે વિયેગ અમને બિલકુલ સહ્ય જ નથી. તમારું મુખ દેખ્યા વિના અમે જીવી શકીએ તેમ નથી. માટે પ્રત્યે ! વહેલાં વહેલાં અહીંયાં કૃપા કરી પધારજો. અમને તમે જ એક પરમપ્રિય છે. આ પ્રમાણે પુરુ અને સ્ત્રીઓ અશુઓથી ઊભરાઈ ગયેલી આ ખેથી ગદ્ગદ સ્વરે પ્રભુને વિનવવા લાગ્યાં. બાળક અને બાલિકાઓ અત્યન્ત પ્રેમથી પ્રભુ મહાવીર દેવને ઊંચે રેથી કહેવા લાગ્યા કે “વહાલા અમારા દેવ! તમે અમારી પાસે રહે. અમને બાળકને મૂકીને તમે એકલા ચાલ્યા ન જાવ.” કેટલાંક બાળકો રૂદન કરવા લાગ્યો અને પ્રભુને ક્ષત્રિયકુંડ નગરમાં જ પોતાની પાસે રહેવા વિનંતી કરવા લાગ્યાં. કેટલાંક બાળકો અને બાલિકાઓ પોતાનાં માતાપિતાને કહેવા લાગ્યા કે “પ્રભુ મહાવીરદેવને ન જેવા દે. જે પ્રભુ જશે તે અમે ખાઈશું નહીં.” શ્રી મહાવીરદેવના ગઠિયાઓ જ્ઞાની હતા, તે પણ આ દીક્ષા પ્રસંગે તેઓ પ્રભુને વિરહ થતે દેખી અંતરમાં એકદમ રુદન કરવા લાગ્યા. તે વખતે તેમને ચાલવાનું અને પિતે કોણ છે તેનું પણ ભાન રહ્યું નહીં.
પ્રભુ શિબિકામાં બેઠા બેઠા સર્વ લોકોના પ્રણામ ઝીલતા હતા. પ્રભુની પાસે બેઠેલી વૃદ્ધ મહત્તરાએ પ્રભુનાં અને પ્રભુના
For Private And Personal Use Only