________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુત્રી પ્રિયદર્શનાને ઉપદેશ અધર્મમય જોર વધે છે, ત્યારે ઈશ્વરરૂપ તીર્થંકર પ્રકટે છે અને તેઓ વિશ્વમાં ફરીને અજ્ઞાની પાપીઓને ઉદ્ધાર કરે છે. જે કાર્ય જે રીતે બનતું હોય છે તે રીતે તે બને છે. માટે આપે કહ્યું હતું તે પ્રમાણે આપને વિહાર કરવા પડશે. આપના અનેક જન્મ સાથે સંબંધ ધરાવતા આત્માઓ સર્વત્ર અવતર્યા છે. તેઓ આપના પરિચયથી પ્રેમી બની તીર્થ પ્રકાશરૂપ કાર્યમાં જોડાશે. વિશ્વને હાલ જે જે ઉદ્ધારક શક્તિઓની જરૂર છે તે તે ગુણ–ધર્મોશક્તિઓનો પ્રકાશ આપ કરવાના છે. અધર્મને નાશ કરીને વિશ્વમાં સર્વત્ર આપ ધર્મની સ્થાપના કરવાના છે
આપની પુત્રીને ગૃહસ્થાવાસમાં કર્તવ્ય એવા શિક્ષણને પરમ ઉપદેશ સંભળાવશે.
પ્રભુ મહાવીરદેવઃ વહાલી પુત્રી પ્રિયદર્શના ! તારાં વચને શ્રવણ ક્ય. ત્યાગાવસ્થા વિશ્વોદ્ધાર માટે છે અને તેમાં તારી ઉન્નતિનું બીજ છે. દાન એ જ ત્યાગ છે અને જે ત્યાગ છે તે જ દાન છે. તેમાં આત્મપર્યાનો પરહિતાર્થે ઉપયોગ એ જ ત્યાગ છે. વહાલી પુત્રી ! ચોસઠ વિદ્યાકલાથી વિચક્ષણ થા. સાંસારિક સર્વ વિદ્યાઓનું અધ્યયન કર. સર્વ કર્તવ્યકાર્યો કરવામાં તત્પર થા. ઘરનાં, કુટુંબનાં ઉપગી કર્મો કર. કુટુંબી મનુષ્યમાં આત્મબુદ્ધિ ધારણ કર. શુદ્ર કહેશે અને શુદ્ર સ્વાર્થોને દેશ, કોમ, સંઘાદિના હિતાર્થે ત્યાગ કર. પુણ્યકાર્યો કરવામાં, અતિથિઓને સત્કાર કરવામાં અને દાન આપવામાં ઉદારભાવથી વર્ત. માતાની આગળ બેસીને તત્વજ્ઞાન કર, હજાર ગૃહસ્થ આચાર્યોના સમાન એક જ્ઞાની, સારી ભક્તાણું અને જૈન ધર્મ પાળનારી ઉપાસિકા (માતા) હોય છે. શરીરને કસરતથી, હવા–દવાથી પુષ્ટ બનાવ. અનેક પ્રકારની ભાષાના જ્ઞાનથી વાણીને કેળવ. સદ્ વિચારોથી મનને કેળવ. જ્ઞાનરૂપ સૂર્યનો હૃદયમાં પ્રકાશ કર. પિતાની સખીઓને મારા ધર્મને બોધ આપ અને તેઓને પાકા જૈન બનાવ. પોતાની પાસે આવનારાઓને સત્ય
For Private And Personal Use Only