________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦ : કાલ્પનિક અધ્યાત્મ મહાવીર પ્રમાણે આ ગ્રંથના કર્તા મહાન સૂરીશ્વરજી ઉત્તર ગુજરાતના ગામડાના એક કણબી કુટુંબમાંથી ઊતરી આવ્યા હતા. આ કુટુંબે સાવ નિરક્ષર હતાં. સામાન્ય રીતે એ કુળને કેઈ જાયે નિશાળના દરવાજે જતો નહિ. ધરતી એમની માતા હતી, જે ખેડીને સર્વ મેળવતા ઃ ને આકાશ એમનું શિરછત્ર હતું, જે નિહાળીને પરમ તત્વને અનુભવ કરતા.
ધરતીના આ જાયા સૂરિજીનાં માતા-પિતા શિવ–વૈષ્ણવ હતાં, પણ ભાવિ બળવાન છે. વીજાપુરના એક સાધુએ આ હીરાને પિછાણ લીધે ને તેના પર પહેલ પાડવા શરૂ કર્યા. એ જ ગામના એક શ્રેષ્ટિએ એને આશ્રય. આપે ને શિક્ષણ-સંસ્કારની સુવિધાઓ પૂરી પાડી.
દુનિયામાં ઘણા ચમકારો થતા રહે છે, એમ જીવન પણ ઘણી વાર કર્મદેવના ચમત્કાર જેવું બની જાય છે. જીવનની એક પચ્ચીસી પૂરી થતાં થતાંમાં તો બહેચરમાંથી બહેચરદાસ, તેમાંથી બુદ્ધિસાગર તરીકે નિર્માણ પામ્યા. નિરક્ષર કણબી કુટુંબના એ બાળકે ત્યાગી, તપસવી, યોગાભ્યાસી. મૂર્તિના લેબાશમાં દર્શન દીધાં.
કાળનું ચક્ર થોડાક વધુ આંટા ફરે છેઃ ને નિરક્ષરતાને ગળથુથીમાં લઈને જન્મેલે એ જુવાન આત્મા દ્રષ્ટા, કવિ, વિવેચક, ફિલસૂફ ને અધ્યાત્મ યેગી તરીકે સહુનું લક્ષ ખેંચે છે. ઉર્દૂ, હિન્દી, ગુજરાતી, સંસ્કૃત ને પ્રાકૃતના અભ્યાસી તરીકે એ પંકાય છે. કર્મના ક્ષયોપશમ કેટલા શીધ્રાતિશીધ્ર હોય છે, એનું એ એક જ્વલંત ઉદાહરણ બની જાય છે.
એ વખતે સાધુઓમાં શિષ્યોની બહુ મોહની હતી. શિષ્યોની સંખ્યા. દિગુ કરવામાં ને ઊંચો આંક રાખવામાં ગ–વાડાના આચાર્યો ગર્વ લેતા. એ વખતે આપણે આ વિદ્વાન, તપસ્વી ને યોગી આચાર્યે પ્રતિજ્ઞા કરી કે
હું એકસો ને આઠ ગ્રંથશિષ્યો સરજીશ. મને અન્ય શિષ્યોમાં રસ નથી. આ મારા શિષ્યો મૃત્યુ, જન્મ ને જરાથી મુક્ત હશે.”
આ નિર્ણય મીણના દાંતે લોઢાના ચણું ચાવવાને હતો. આઠ મહિના આ ગામથી બીજે ગામ ભ્રમણ, પગે વિહાર, ઘરઘરની ભિક્ષાનું ભજન, સાધુના નિત્યના આચારનું પાલન તેમ જ વ્યાખ્યાન આદિ કાર્યો ઘણો સમય લઈ લેતાં હતાં. પણ સમર્થ સરિરાજે પોતાના નિરધારને પૂરો કરવા જીવનની પળેપળ કામમાં લેવા માંડી ને પોતાનો નિર્ણત આંક વટાવી દીધે.
જ્ઞાની સૂરિજી જાણતા હતા કે જીવનના પાત્રમાં આયુષ્યના કણ ઓછી
For Private And Personal Use Only