________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૬
અધ્યાત્મ મહાવીર
આત્માઓ શરીર, મન, વાણુથી વિશ્વનું હિત કરવામાં અત્યંત તી. થયા છે. તમારા આત્મા જાગ્રત થયા છે. તમારા ઉપકારો ગ્રહણ કરવા વિશ્વ તૈયાર છે. તમે ઊઠે અને સર્વ વિશ્વને જાગ્રત કરે. વિશ્વમાં કરે મન મદદ માટે, પ્રકાશ માટે વલખાં મારી રહ્યા છે, માટે મારી સાથે રહી કાર્ય કરે. દુનિયાને તમારું અંગ જાણે. મારી આજુબાજુના મંડલમાં તમે પ્રકાશિત તારકે છે. મારી સાથે. કર્તવ્યકર્મો કરવા માટે તમારા અવતાર છે. મારી આજ્ઞા પ્રમાણે કાર્ય કરો. સર્વ વિશ્વમાં આત્મમહાવીરજ્ઞાનને પ્રકાશ પાડે. તમારી આગળ પ્રકાશવામાં આવેલે મારે જૈનધર્મ અનાદિ, અનંત, સનાતન વિશ્વવ્યાપક, એક-અનેક, સ-અસત્ રૂપ છે. તેના જીવનથી સર્વ વિશ્વ ચિદાનંદરૂપ એવા મને અનુભવી મુકત, સિદ્ધ, બુદ્ધ, સ્વતંત્ર, અનંત, પૂર્ણ બને છે, એમ પૂર્ણ શ્રદ્ધાથી નિશ્ચય કરો.” ત્રષિસંઘે કરેલી સ્તુતિઃ |
ઋષિસંઘઃ “પરબ્રહ્મમહાવીર પ્રભે! આપને નમસ્કાર હે! અમે આપનું સદા શરણ અંગીકાર કરીએ છીએ.
“આપનાં સૂકતેને શ્રવણ કર્યા. તેઓને અનેક ગદ્ય અને પદ્યમાં રચી અમે સર્વ ખડેમાં પ્રચારીશું. આપ વિરાટ દષ્ટિએ અસંખ્ય. હસ્તપાદવાળા, અસંખ્ય મુખવાળા, અસંખ્ય હૃદયવાળા, અસંખ્ય દેહવાળા પરમપુરુષ છે. આપનો મહિમા અપરંપાર છે.
વેતદ્વીપના, ક્ષીરદ્વીપના તથા યુરલ પર્વત તરફના . ત્રષિઓએ આપનું પરમબ્રા પૂણેશ્વર સ્વરૂપ જાણયું છે. આપનાં સૂકત તેઓએ સંસ્કૃત આદિ ભાષાઓમાં અને બ્રાહ્મી આદિ લિપિ
માં પદ્યબદ્ધ કર્યા છે. સર્વ ખંડના ત્રષિઓ આપના તરફ. આકર્ષાયા છે. આપે જે અનેક સૂકત કહ્યાં છે તે સત્યાર્થ વેદાન્ત. તરીકે કલિયુગમાં કાયમ રહેશે અને ત્રિવિષ્ટ૫, શ્વેતદ્વીપ, હિમાલયવાસી અષિઓની પરંપરાએ ગુપ્ત રીતે તે વહ્યા કરશે. તે સૂકતોને આર્ય લેનાં હૃદમાં ઋષિઓએ પિતાની શક્તિથી પ્રવેશ કરી.
For Private And Personal Use Only