________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુસ્તુતિ
હે પરમાત્માન મહાવીર ! તને નમસ્કાર થાઓ. પૃથ્વી, સાગર, પર્વત, સૂર્ય, ચંદ્રને તારા હે મહાવીર પ્રભો ! સવે તારા મહિમાને ગાય છે. તારી શક્તિ અપરંપાર છે. હે અહંત મહાવીર પ્રભો ! મારો ઉદ્ધાર કર. ભારી સર્વ શક્તિઓને પ્રગટ કરે ! તારા અનંતાનંત સ્વરૂપમાં અનંતરૂપે નામરૂપના મોહ વિના
સહેજે મળવું થાઓ. હે મહાવીર પ્રભો ! તને કઈ રામ, હરિ, બુદ્ધ, પ્રભુ, અલ્લા વગેરે નામથી પૂજે છે તે તેથી તે સર્વનામોમાં અભિન્નપણે ધ્યાતાના આશય પ્રમાણે સુખદુઃખદાતાના રૂપે ગણાય છે. એવી તારી અકળ ગતિને સ્યાદવાદનયાપેક્ષાથી જાણુને યોગીઓ તારા સ્વરૂપમાં લીન થાય છે..
હે મહાવીર પ્રભો ! મેં તને મારા જીવનના રસરૂપે નિરધાર્યો છે, અને તને ગાવાનો, ધ્યાવાનો નિશ્ચય કર્યો છે. મેં તારા અનંત સચ્ચિદાનંદ સ્વરૂપમાં લયલીન થવાનો નિરધાર કર્યો છે.
હે પ્રભો ! પરમાનંદસ્વરૂપ એવા મારું અને તારું ઐક્યસ્વરૂપ અનુભવાય છે, તેથી તારામાં લીન બનીને સ્વાભાવિક તારું જીવન ગાઉં છું.
For Private And Personal Use Only