________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨ : કાલ્પનિક અધ્યાત્મ મહાવીર મહાવીરનું શાસન સૌને માટે એકસરખું છે, ગમે તે માણસ ગમે તે પદ્ધતિએ તેમાં પ્રવેશ કરી શકે છે.
દર નામના દેડકાને મહાવીરના સમવસરણે જવાના અને દયાળુ દેવને જેવાના ભાવ જાગ્યા અને તે તરફ પ્રવૃત્તિ પણ આદરી દીધી. તે વખતે કોઈપણ માણસ તે દેડકાને કહી શકે છે કે, દેડકાભાઈ! તમારે અને મહાવીરના શાસનને શું લાગેવળગે?”
યાદ રાખો કે જીવનને માત્ર ચરવાલા અને મુહપત્તિ સાથે સંબંધ નથી, આત્મિકતાને માત્ર વ્રત-પચ્ચખાણ સાથે સંબંધ નથી. એ બધી વાતોને ધ્યાનમાં રાખીને જ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજશ્રી તે દેડકાભાઈને પક્ષ લઈને તે મહાશયને જવાબ આપી દે છે કે
ગંગા સર્વ સાધારણુને પાવન કરનારી છે. એ તમારી કોઈ પૈતૃકી મિલકત નથી.”
ગ્રન્થ વાંચતાં સ્થૂળદષ્ટિએ એમ થશે કે આમાં તે ઉપદેશ નથી, પણ આદેશ છે. પણ હંસ જેવી મનોકામના અને વૃત્તિવાળો ભાગ્યશાલી તો સમજે જ છે કે, ઉપદેશ માત્ર આદેશાત્મક જ હોય છે. જેમ ધુમાડો અગ્નિ વગર હોઈ શકે જ નહીં, તેમ
જ્યાં જ્યાં ઉપદેશ છે, ત્યાં ત્યાં બાહ્ય પ્રકારમાં અથવા માનસિક કલ્પનામાં આદેશ સમાયેલું જ છે. અને જે માનસિક કલ્પનામાં આદેશ ઘુડદોડ કરતું હોય તે વ્યવહારમાં આદેશ દેખા દેતાં કેટલીવાર લાગશે, કારણ કે ઉપદેશનું સ્વરૂપ “ઈદમ કુરુ, ઈદમ મા કુરુ જ હોય છે ત્યારે આદેશનું સ્વરૂપ પણ “ઈદમ કુરુ, ઈદમ મા કુરુ જ છે. બન્નેમાં ભિન્નતા કયાં છે? માટે જ આદેશ વગરને ઉપદેશ મૂંગે છે, અવ્યવહારુ છે.
બીજી વાત એ છે કે છઠ્ઠા ગુણસ્થાનકે જ્યારે આ ધ્યાનની પ્રમુખતા પણ છે, તો આર્તધ્યાન માલિક પ્રકારાન્તરે (બાહ્ય અથવા આન્તર જીવનમાં) પણ આદેશ વગરને રહી
For Private And Personal Use Only