________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુર્જર ભાષાની સદ્દગુરૂ દેવની સેવા અને સાધના અપૂર્વ છે. ગદ્યમાં ઉચ્ચતાના આદર્શ સમા સંખ્યાબંધ ગ્રંથનાં હજારે પૃષ્ટો તેમની ગુર્જર ગિરાની આરાધનાની સાક્ષી પુરતાં વિદ્યમાન છે, પદ્યમાં ધર્મ ભાવનાનાં, સૃષ્ટિસૌંદર્યનાં ભક્તિનાં ત્યાગ તપ વિરાગ અને સંયમનાં, અષ્ટાંગ યોગ આરાધનાનાં, તથા આનંદશાંતિ તેમજ શાસ્વત સ્થાનની પ્રાપ્તિનાં સુલલિત એવાં સહસ્ત્રાવધિકાવ્યો તેમના હૃદયના ઉચ્ચાદર્શો, વિશાળતા, પાંડિત્ય, કવિત્વ શક્તિ, સ્વાનુભવ, આભારાધન, સરળતા, અમોઘ સત્ય, આનંદ અદ્વિતીય શાંતિ, અને બહુશ્રુતપણું આદિની સાક્ષી પુરે છે.
સંસ્કૃત ભાષાના તેમના સંખ્યાબંધ છે તેમના દર્શનના પાંડિત્યની તેમજ નિર્વાણગીરાના નિદિધ્યાસનના બહુલપણાને જણાવે છે જયારે હીન્દીભાષાનાં તેમનાં પ્રભુ પ્રેમની ખુમારી, આત્માનંદની મસ્તી, દ્રવ્યાનુયોગ, આત્મશક્તિ તથા ધ્યાનની વેણું વાતાં મસ્ત કાવ્યોમાં તેમણે પોતાનું સ્વાનુભવી હૃદય ઠાલવ્યું છે.
આનંદઘન પદ ભાવાર્થ સંગ્રહ એ તેમના આધ્યાત્મજ્ઞાન તથા યોગવિદ્યાનો જીવંત ઝરે છે.
શ્રીમદ્દ દેવચંદ્રજીના બંને ભાગોની તેમની પ્રસ્તાવનાઓ શ્રીમદ્દ યશોવિજયજી જીવન આનંદઘનજી જીવન આદિમાં તેમના સ્વાનુભવ જ્ઞાનની ગંભિરતા સ્પષ્ટ થાય છે.
ભજનસંગ્રહના અગીઆર ભાગોમાંનાં હજાર કાવ્યો લેમની પ્રભુભક્તિ તથા કવિત્વશક્તિની પ્રતીતિ કરાવે છે. આમ ૧૦૭ ગ્રંથે પછીનો આ ગ્રંથ એ સર્વ પ્રથના સાર સમાન અદ્વિતીય છે એમ વાંચકને વાંચ્યા વિચાર્યા અનુભવ્યા પછી જણાયા શિવાય રહેશે નહી. લેખન શક્તિ–
શ્રીમદની લેખનશક્તિ કેટલી અદ્દભુત હતી એતો તેમને લખતાં જેનારજ જાણી શકે. તેઓશ્રીએ આટલાબધા ગ્રંથોના આલેખનમાં એકવાર લખ્યા પછીથી ફરી નકલ કરી યા વાયું નથી. તેજ પ્રેસકોપી ગણાતી. કલમ ચાલી તે ચાલી. મોતીના દાણું જેવો હરફથી ભરાતાં પૃષ્ટોનાં પૃષ્ટો જેનારને જાણે એકજ દિવસે લખ્યાં હોય તેમ લાગે છે.
ધર્મચર્ચા ને પ્રશ્નોત્તરે કરતાં કરતાં લખવા માંડેલ વિષય ઉપર કલમ ચાલેજ જતી. અટક્યા શિવાય કાંઈ પણ જોયા વાંચ્યા વિચાર્યા સિવાય તે વિષ્યને એ તે છણી નાંખે કે જેનારને અજાયબી લાdી, આમ આ લેખન
For Private And Personal Use Only