________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરૂદેવને અંતિમ સમયમાં લખાતો અને પૂર્ણ થયેલ ગ્રંથ તે આ કક્કાવલિસુબોધ છે. સ્વર્ગગમન પહેલાં ૩-૪ દિવસ સુધી તેજ ગ્રંથનાં પુસ તેમણે તપાસ્યાં હતાં અને છતાંયે તેમાં નવિન ઉમેરે કરે જતા હતા. શીથીલ પ્રકૃતિના કારણે તેઓશ્રીને આ પરિશ્રમ ન લેવા વિનંતી કરવામાં આવતી ત્યારે સહાસ્ય વદને જણાવતા કે જીવનની છેલ્લી પળ સુધી મહારા આ પ્રિય વ્યવસાયમાં જ હું મગ્ન રહીશ. અને એમજ બન્યું. જેના વાંચનથી વિબુધ અને સામાન્ય શિક્ષિત વર્ગ સમાન રીતે પ્રફુલ બની ઉઠી મસ્તકે ડોલાવી ઉઠે છે. એવાં અનુપમ પુસ્તકોનો સમૂહ વિશ્વને સમપ જનાર આ જ્ઞાનમસ્ત મહાકવિ એવી યોગવિદ્યા વિશારદ મહાન સાહિત્યાચાર્ય અને પ્રખર વકતૃત્વશાલી પ્રતિભાસંપન્ન ગુરૂદેવ આજે સ્વર્ગમાં બિરાજે છે; છતાં તેમનાં અમર યશોગાન ગાતાં પુસ્તકે જ્યાંસુધી વિશ્વમાં વિદ્યમાન છે અને વિબુધજનો તે દિવ્ય જ્ઞાન–રસામૃત પાન માટે આતુર છે ત્યાસુધી તેઓ અત્રે વિદ્યમાન જ છે, અને તેમનાં સ્વર્ગગમનથી જ તેમના છેલ્લા પુસ્તકની પ્રસ્તાવના લખવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે. છતાંયે મને ભીતિ રહ્યા કરે છે કે –
આશય સદ્ગુરૂ દેવને, અતિ ગંભિર ઉદાર, બાલક બાંહ્ય પસારીને, કહે ઉદધિ વિસ્તાર; નય નિક્ષેપ પ્રમાણ ને, પક્ષ ભંગ મહાર, અનેકાંત મમેં ભરી, ગુરૂ વાણી નહિં પાર. સ્યાદ્વાદશૈલી રૂડી, આત્મજ્ઞાનના તાર,
વણ્યા ગુંચ્યા ગ્રંથે ગહન, ધારે બુધ નરનાર; તોપણ—કરૂં વિવેચન ભક્તિવશ કકકાવલિ સુખકાર,
યથાશક્તિ ગુરૂશ્રી સ્મરી, જેહના બહુ ઉપકાર. કકકાવલિ સુબોધ ગ્રંથ ગુરૂશ્રીએ છેલ્લે લખ્યો છે. તેમાં અ થી માંડી તમામ બારાખડી વારના અક્ષરથી શરૂ કરી પ્રત્યેક અક્ષરથી શરૂ થતી લીટીઓ માં ઉચ્ચ અધ્યાત્મજ્ઞાન, યોગ, તત્વજ્ઞાન, ઇતિહાસ, સેવાધર્મ, કર્મયોગ, ગૃહસ્થ ધર્મ, બાલલગ્ન, કન્યાવિક્રય, વૃદ્ધલગ્ન નિષેધ, વીરધર્મ, ઉચ્ચપ્રેમ, મિત્રતા, પતિધર્મ, પાત્નધર્મ, ભક્તિ, ઉપાસના, ત્યાગ, તપ, શાંતિ, સૌમ્ય, ઉચ્ચ ગ્રહસ્થધર્મ, કસરત, આહારશુદ્ધિ, નિર્મળ ચારિત્ર, આચાર, સાચા સુધારા,શ્રાવક સાધુ વિગેરેનાં કર્તવ્યો, સાચું જીવન, જીવદયા, ચોરી, નિંદા, વ્યભિચાર, કાયરતા, પરવશતા, શઠતા, અશાંતિ, અદત્ત આદિ ત્યાગ, આ અને એવાજ અતિ ઉપયોગી વિચારવા યોગ્ય વિષયોનું વિવેચન ઘણું વિસ્તારથી સાદી અને સરળ
For Private And Personal Use Only