________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નહીં લેવાની કરેલી પ્રતિજ્ઞા એ એમના માતૃભક્તિની પરાકાષ્ટા હતી. અને તેજ પ્રમાણે ગુરૂશ્રીએ પણ એવા જ પ્રકારના અપૂર્વ મા વાત્સલ્યના દર્શનથી એવી જ પ્રતિજ્ઞા કરી હતી અને તેઓશ્રીએ પણ માતાપિતાના સ્વર્ગગમન પછીથીજ દિક્ષા અંગીકાર કરેલી. માતા પિતાની ભક્તિ માટે ગુરૂદેવે ઘણું લખ્યું છે ને એ શિક્ષાઓ આપણું યુવાન વર્ગને માટે સુવર્ણસૂત્રો છે. પાશ્ચાત્ય વિદ્યાલંકૃત દેશના તથા ધર્મના યુવાન વર્ગને શ્રી મહાવીર પ્રભુએ તેમજ ગુરૂશ્રીએ માતૃભક્તિનું અપૂર્વ દર્શન કરાવ્યું છે. તેઓ અન્યત્ર માત ભક્તિ પર લખતાં જણાવે છે કે –
સુહાતી સ્વર્ગથી મટી, સદા સંતાન સંભાળે; કદી ના વર્ણવ્યે જાતે, અપૂર્વ સ્નેહ માતાને. કરી સર્વાબ્ધિયોની શાહી, કરી લેખણ ગિરીન્દ્રોની કરીને પત્ર પૃથ્વીને, લખું જે સ્નેહનું વર્ણન. તથાપિ પૂર્ણના થાવે, જગતમાં ક્યાંય ના માવે; અહો એ અલૈકિક છે, અપૂર્વ સ્નેહ માતાને. પ્રભુ મહાવીર બંધાયા, અપૂર્વ નેહ તંતુએ; પ્રતિજ્ઞા ગર્ભમાં કીધી, અપૂર્વ અને માતાને. કરે સ્વાર્પણ દઈ પ્રાણે, કરે ઉપકારની કટિ; બની તન્મય રહે ખુશી, અપૂર્વ સ્નેહ માતાને. સદા જે ભક્ત માતાને, સદા ભક્ત સ્વભૂમિને, અહે તે જીવતે જગમાં, અપૂર્વ અને માતાને. કરે જે માતુની ભક્તિ, કરે તે સદ્દગુરૂ ભક્તિ, કરે તે દેવની ભક્તિ, અપૂર્વ સ્નેહ માતાને. બનીને માતૃના ભક્ત જ, કરે ભક્તિ સ્વમાતાની. બુધ્યબ્ધિ ભાવજનનીની, કરી સેવા અને મેટા.
આગળ ઉપર શ્રીમદ્ ગુરૂદેવ અંબા માતા સમી સૌ નારીઓને જુએ છે એ તેમને અખિલ સ્ત્રી જાતિ પ્રતિ પૂજ્યભાવ દર્શાવે છે. તેઓ બાલબહાચારી હતા અને અખંડ બ્રહ્મચારી જીવન પર્યન્ત રહ્યા હતા. આવા આવા ઉતમ સિદ્ધાંતોના આ માટે અઢાર પુષ્ટો ભર્યા છે.
હવે ‘ઈ’ ઉપરની પંક્તિઓ તરફ દષ્ટિ ફેરવીએ
For Private And Personal Use Only