________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તારા પરિચયી જે થયા, તેના દિલમાં તું વયે ધન્ય વૃદ્ધિસાગર મહામુનિ, પરમાત્મભાવે ઉદલ. ૮ તુજ ને મળે મુકિત ભલી, તું પામ જે શાતિ ભલી તું સત્ય સુખને પામ જે, ડુંટીથી આશી: નીકળી; પરમાત્મરૂપે તું થજેને, સ્મરણ તારું દિલ રહે;
ગુરૂ ભકિત સેવા તુજ ફળે, કહે બુદ્ધિસાગર પ્રભુ લો. ૯ ચૈત્ર સુદ પાંચમની રાત્રીએ પણ બે વાગે અમારા પ્રશિષ્ય મુનિરાજશ્રી વૃદ્ધિસાગરજી તાવની બીમારીથી સમાધિ પૂર્વક કાલ કરીને પહેલા દેવલોકમાં ગયા એમ સ્વપ્નથી જણાયું છે. તેમને મરતી વખતે સારી સમાધિ રહી હતી. મારી પાસે ગુરૂકુલ વાસમાંથી એક દિવસ પણ છૂટા પડયા વિના ભકત અંતેવાસી શિષ્ય તરીકે સોળ વર્ષ સુધી રહીને સારી રીતે ચારિત્ર પાળ્યું. તેમનામાં સેવા ભકિત વ્રત ત૫ જપ ધ્યાન ચારત્રિાદિ અનેક ગુણે ખીલ્યા હતા, બાર દિવસની તાવની બીમારી ભેળવીને સમાધિ પૂર્વક સ્વર્ગમાં ગયા. તેમના આત્માને શાંતિ મળે. મારી પાસે ખરા ગુરૂ ભક્ત આત્માથી સાધુ વૃદ્ધિસાગરજી હતા. પંચ મહાવત ધારક ઉત્તમ મુનિ હતા. મુનિ વૃદ્ધિસાગરજીએ વિ, ૧૯૬૫ ના ફાગણ વદિ બીજે પાદરાના ઉપાશ્રયમાં અમારી પાસે મુનિશ્રી અમૃતસાગરજીના નામની દીક્ષા અંગીકાર કરી હતી. પં. ભાવવિજયજી પાસે અમદાવાદમાં વડી દીક્ષાના જેગ વહ્યા હતા, શળ વર્ષ સુધી શુદ્ધ ચારિત્ર પાળ્યું. તેમણે અમારી પાસે અનુભવજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. પાલીતાણામાં તે વિશા શ્રીમાળી શ્રાવકને ત્યાં જમ્યા, પાદરામાં દીક્ષા ગ્રહણ કરી અને વિજાપુરમાં સાડત્રીસ વર્ષની ઉમરે દેહને ત્યાગ કર્યો. મુનિ વૃદ્ધિસાગરજી સંઘાડાના સર્વ નાના મોટા સાધુઓની ખેદ કલેશ ભય વઈને નિષ્કામ ભાવે સેવા, વૈયાવચ્ચ કરતા હતા. મારી આજ્ઞા પાળવામાં વિનયભાવે વર્તતા હતા, માન, અપમાન, હર્ષ, શેકની લાગણીઓને જીતી સર્વના ભલામાં તથા ચારિત્ર પાલનમાં વર્તતા હતા. મૃત્યુ પહેલાં એક દિવસ પૂર્વથી મારા ઉપદેશથી આપ
બે શૂરબનીને મૃત્યુથી નિર્ભય બનીને આત્મભાવે આત્માને ભાવતા હતા. તેમણે સવાસવને ત્યાગ કર્યો હતે. જ્ઞાનદર્શન
For Private And Personal Use Only