________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવકા તેમના રાગી મન્યા અને તેમની પ્રશ'સા કરવા લાગ્યા. તે બાલ્યાવસ્થાથી બ્રહ્મચારી હતા. તેઆ શાન્ત હતા. વિક્રમ સંવત્ ૧૯૬૭ નું ચામાસુ’ આચાર્ય મહારાજની સાથે મુખઇમાં થયુ, એ વખતે વૃદ્ધિસાગરજી, તથા અમૃતસાગરજી વિગેરે સાધુએ ગુરૂમહા રાજની સાથે મુંબાઈમાં હતા. મુંબઈમાં તેમણે ગુરૂ મહારાજની સારી સેવા ઉઠાવી અને સંસ્કૃત ભાષાના અભ્યાસ શરૂ કર્યાં, અને ગુરૂમહારાજ, મુખાઇથી ૧૯૬૮ની સાલમાં અમદાવાદ પધાર્યા ત્યારે તેએ પણ સાથેજ હતા. ૧૯૬૮ તથા ૧૯૬૯ ની સાલનું ચેામાસું અમદાવાદમાં કરવામાં આવ્યું, તે વખતે વૃદ્ધિસાગરજી સાથે હતા, એ એ ચામાસામાં વૃદ્ધિસાગરજીએ આચાય પાસે કમ ગ્રંથના અભ્યાસ સારી રીતે કરી લીધા તથા સ ંસ્કૃત ભાષાની પહેલી તથા બીજી મુકના અભ્યાસ સારી રીતે કર્યાં. વિક્રમ સ ંવત્ ૧૯૭૦ની સાલનું ચેામાસુ ગુરૂમહારાજ આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિએ માણસામાં કર્યું તે વખત પણ ગુરૂની છાયા સમાન તે સાથે હતા. તેમના ગુરૂ શ્રી અમૃતસાગરજીએ વિક્રમ સંવત્ ૧૯૬૮ ના પાષ માસમાં સુરતમાં
c.
સ્વ ગમન કર્યું`` તેથી તેમને ઘણુ લાગી આવ્યું અને પેાતાના રૃ. દ્વગુરૂ આચાર્ય મહારાજની પાસે રહીને તેમણે અધ્યાત્મજ્ઞાનના ઘણા અનુભવ કરવા માંડ્યો. વિક્રમ સ ંવત્ ૧૯૭૧નું ચામાસુ આ ચાર્ય મહારાજે પેથાપુરમાં કર્યું. તે વખતે પણ સાથે હતા વિ. સં. ૧૯૭૨નું ચામાસું વિજાપુરમાં કર્યુ તે વખતે પણ સાથેજ હતા. તથા ૧૯૭૩ ની સાલમાં પેથાપુરમાં ચૈામાસુ કર્યું તે વખતે પણ ગુરૂમહારાજની સાથે હતા. ૧૯૭૪ની સાલનુ ચામાસું વિજાપુરમાં કરવામાં આવ્યું તે વખતે પણ સાથે હતા. મુનિ વૃદ્ધિસાગરજી અને મુનિ કીર્તિ સાગરજી અને રાજ સાથે ગેાચરી વહારવા જતા હતા. વૃદ્ધિસાગરજીએ રઘુવંશ વિગેરે કાવ્યેના અભ્યાસ કર્યો તથા હીર સેાભાગ્ય, ચંદ્રપ્રભુચરિત્ર, નેમિ નિર્વાણ કાવ્ય, ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર વિગેરે જૈન ધાર્મિક ગ્રંથાના અભ્યાસ કરવા માંડ્યો, તથા દશવૈકાલિક સૂત્ર તથા કલ્પસૂત્ર તથા દશ પયન્ના તથા માચારાંગ સૂત્ર તથા સુયગડાંગ સૂત્ર તથા સમવાયાંગ સૂત્ર વિગેરે સુત્રાના અભ્યાસ કરવા માંડ્યો તથા તેમણે જીવાભિગમસૂત્ર વાંચ્યુ.
For Private And Personal Use Only