________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
કથાસાગર
કેમકે હમણાં જ તેણે મુનિને પડિલાભ્યા હતા. રાણી નદીના કાંઠે આવી અને બેલી.
હે નદીવિ! સોમમુનિ દીક્ષા દીવસથી માંડી આજ સુધી ઉપવાસી રહ્યા હોય તે મને માર્ગ આપે.” રાણી આ ધ્યાન કરતી હતી ત્યાં નદીનું વહેણ બદલાયું અને જોતજોતામાં સામા કાંઠાનો માર્ગ છીછરો થયે. રાણી ઘેરે આવી પણ તેને કેમે કરી ન સમજાયું કે આ બન્યું કેમ? મારી જાતે તો મેં મુનિને પડિલાવ્યા છે. મુનિ રોજ ભિક્ષા લાવે છે અને ભજન કરે છે પછી ઉપવાસી કેમ? અને જે ઉપવાસી ન હોય તે દેવી જેવી નદીદેવી તે વચન માન્ય કરી માર્ગ આપે કેમ?
રાણી તે પણ આજ વિચારતી હતી. ત્યાં રાજા આવ્યા તેમણે પુછયું “દેવિ ! શું વિચાર કરે છે ?'
રાણી બેલી “નાથ! મુનિ જ ભજન કરે છે છતાં હું બોલી કે “મુનિ દીક્ષા બાદ ઉપવાસી રહ્યા હોય તે નદીવિ! માર્ગ આપે. મને માર્ગ મળે અને હું આવી. આનું કારણ શું ?
દેવિ! તું સમજતી નથી કે એમને ત્યાગ કે અપૂર્વ છે? એમની નિરાશ સતા કેવી અનુપમ છે? દેહ પ્રત્યે એમને મમત્વજ ક્યાં છે તે દેહને ધારણ કરે છે અને પિષે છે તે પણ પરના કલ્યાણ માટે. તેમને ગમે તે આહાર આપ, મીઠે હોય તે તેની પ્રત્યે આદર નથી અને વિરસ હોય તો તેની પ્રત્યે અભાવ નથી. મુનિ તે
ન મ ર સત્ર”...સમાન છે. પછી તે તે ઉપવાસીજ ગણાય ને ?”
For Private And Personal Use Only