________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
વંકચૂલની કથા નિયમ આપું છું. ૧ કેઈપણ અજાણ્ય ફળ તારે ન ખાવું. ૨ કેઈપર ઘા કરે પડે તો પાંચ સાત ડગલાં પાછા હઠીને કરે. ૩ કોઈપણ રાજાની સ્ત્રી સાથે વિષય ન કરો. અને ૪ કાગડાનું માંસ ન ખાવું.” ગુરુ આટલું બેલી મોન રહ્યા.
વંકચૂલ સહેજ વિચારમાં પડે. “ખાવાની બધી છૂટ છે. પણ અજાણ્ય ફળ ન ખાવું તેને જ નિયમ છે ને ! તેમાં શું ખાટું. અજાણ્યા ફળમાં કઈ દીવસ માર્યા જઈએ. ચેરી કરતાં હિંસા કરવી પડે તેમાં અટકાયત નથી માત્ર ઘા કરવાને હોય તે પાંચ સાત ડગલાં પાછા હઠી ઘા કરવાને ને? તે તે સારું વિચારવાની તક મળે. રાણી સાથે વિષય ન સેવો તે નિયમ લેવે પણ શું ખોટો છે? આનાથી તે ઉગ્રવૈર થતું અટકે. અને નિંદનીય કાગડાનું માંસ શા માટે ખાવું પડે.” તે બે “મહારાજ! કબુલ આ નિયમ હું જરૂર પાળીશ.”
નિયમ લેતાં વંકચૂલ ગુરુમહારાજની નિકટ આવ્યો અને ગુરુમહારાજે પણ માન્યું કે જંગલની પલીનું ચાતુર્માસ પણ ઉપકારક નીવડયું છે. આ ના નિયમ આજે હશે તે કાલે આપોઆપ મોટા નિયમમાં આવશે.
(૩) એક જંગલની ગાઢ ઝાડીમાં ચાર લુંટારા બેઠા હતા. તેમની આગળ સેના હીરા મેતી અને ઝવેરાતને ઢગના ઢગ પડયા હતા. આ ચાર પૈકીમાં વંકચૂલ એક હતું. તેણે સાથેનાઓને કહ્યું “આ સેના હીરાનાં બટકાં નહિ ભરાય. કાંઈ ખાવાનું લાવે સખત ભૂખ લાગી છે.” સાથીદારે જગલમાં આમ તેમ ફર્યા. અને સુંદર સુંવાળાં દેખાવડાં થોડાં ફળ લઈ
For Private And Personal Use Only