________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થયાધર ચરિત્ર
૩૭૧
જાતે મરાવી તેનું આદરથી ભજન કર્યું. ગુણધર ! જગની અજ્ઞાનતાનું દૃષ્ટાંત આનાથી બીજું શું જોઈએ? ચોથા ભવમાં પિતામહી બેકડી થઈ અને તારે પિતા બેકડે થયે. આ એક પિતાની માતામાં જ આસક્ત થયે અને પિતાનાજ વીર્યમાં ત્યાંથી કઇ યુધાધિપતિથી હણાઈ મૃત્યુ પામી તેજ માતા બેકડીની કુક્ષિમાં જન્મે. તેના જન્મ બાદ બેકડી પણ ભૂંડે હાલે મરી પાડે થઈ. આ પાડાને તેં જ હું અને તેને ઉત્સવ પૂર્વક તું પરિવાર સાથે જન્મે. જમતાં જમતાં તને પાડાનું માંસ ન ગમ્યું એટલે તારે પિતા જે બેકડો હતો તેને હણાવી તે તેનું માંસ ખાધું. રાજન કમની વિચિત્રતા તે જુઓ. જે પિતા અને પિતામહીના ગુણોને તું આજે પણ સંભારે છે તેજ પિતા અને પિતામહીને વધક તું છે. તેને તને છેડેજ ખ્યાલ છે. ગુણધર! આ પાડે અને બેકડે મરી છઠ્ઠાભવે કુકડે અને કુકડી થયાં. જયાવલી સાથે કામક્રીડા કરતાં તને શબ્દધિપણું બતાવવાની ભાવના જાગી. અને તે એ શબ્દધિ બાણથી તે બન્નેને તત્કાળ જીવ લીધે. પણ આ વખતે તેમના મૃત્યુ અગાઉ તેમનામાં ધર્મને સંસ્કાર આવ્યું હતું જેને પરિણામે તેમની શ્રેષધારા પલટાણી અને મરતાં મરતાં તેમણે સુકૃત ઉપામ્યું જેને લઈ તે બને મરી તારીજ રાણી જયાવલીની કુક્ષિમાં પુત્ર પુત્રી રૂપે ઉત્પન્ન થયાં. રાજા! તારે અભયરુચિ તેજ તારે પિતા સુરેન્દ્રદત્ત છે અને તારી પુત્રી અભયમતી તેજ તારી પિતામહી ચન્દ્રમતી છે. રાજા ! તમે બધા એકના એક ભવમાં છે. તે દરમિયાન લેટના કુકડાની હિંસા માત્રથી તારા પિતા અને પિતામહી બીજ વચ્ચે ભવ કરી આવી તારે ત્યાં ફરી જમ્યા છે.
For Private And Personal Use Only