________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને યુવાનોને મળે તે આશયે પ્રાચીન પુરૂષના પ્રકરણ ગ્રંથના ભાષાન્તરે, કથાગૂંથે અને રૂચિકર વ્યાખ્યાન શ્રેણિઓ વેજાઈ. પરંતુ આ બહાર પડનાર કથાસાહિત્યમાં પણ કેટલાક કથાસાહિત્ય બહારનો સ્વાંગ ધર્મસાહિત્યને સર્યો અને અંદરને સ્વાંગ તે જે સાહિત્યથી આપણે બચવા માગતા હતા તેજ જડવાદ અને વિકાસને પોષણ આપતું જ સર્યું. સામાન્ય જનતા તેને ધાર્મિક સાહિત્ય માનતી રહી પણ ખરી રીતે તે તેના ખરા તત્વથી વંચિત થતી રહી.
પૂ. પં. પ્રવર કેલાસસાગરજી ગણિવરની પ્રેરણા ઉપદેશ અને સંકલનાદ્વારા સૂક્તસદેહ અને કથાવ બે પ્રતિઓનું સંસ્કૃતમાં પ્રકાશન ચાલતું હતું ત્યારે ગુર્જરભાષાબદ્ધ કથા સાહિત્યની માગણું તેમાં આર્થિક મદદ કરનારાઓની થઈ. પૂ. પ્રવર પંન્યાસજી મહારાજે આવી કથાઓ છપાવવાને વિચાર કર્યો અને તે કામ તેઓશ્રીએ મને કથાઓના નામ અને સ્થળ નિર્દોશપૂર્વક સોંપ્યું.
લઘુત્રિષષ્ઠિ, શ્રાદ્ધવિધિ, પંચનિગ્રંથી અને પ્રમાણ નયતત્ત્વ વિગેરે અનુવાદ ગ્રંથે, સામાન્ય તાત્વિક લેખે કે બીજું લખવાની મારી ટેવ હતી પણ કથાસાહિત્ય લખવાને મારો મહાવરો મુદ્દલ નથી. આથી આ ગ્રંથમાં આળે ખેલ કથાઓને હું રસપૂર્વક કદાચ નહિ ઉતારી શકે છે તે બનવા જોગ છે. પરંતુ આ ગ્રંથમાં આવનાર કથાવસ્તુ પ્રાચીન આધારપૂર્વક આવે તેની મેં પુરી કાળજી રાખી છે. આ કાર્ય વૈશાખ સુદ ૩ પહેલાં પુરૂ કરવાની મારી ધારણ હતી. પરંતુ વચ્ચે પબ્લીક ટ્રસ્ટ એકટની ઝુંબેશમાં હું
For Private And Personal Use Only