________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાવી તરંગવતી કુલનાં આભૂષણ પહેરેલા, યમદૂત સરખા એક ભીલને સામેના ઝાડ નીચે ઉભેલ જોયે. તેણે બાણ તાકયું અને સણણણું કરતું ગંગાના પાણીમાં ગેલ કરી પાછા ફરતા એક હાથી ઉપર છેડયું. પણ બીજી જ ક્ષણે મને ખબર પડી કે તે બાણ હાથીને ન વાગતાં મારા પતિને વાગ્યું. તેમની પાંખ કપાઈ લબડી પડી અને તે ધબ લઈને જમીન ઉપર પડયા હું પણ સાથે જ જમીન ઉપર પડી. મેં મારા પતિ ચક્રવાકને ઢઢળ્યા, ચાંચમાં પાણી લાવી તેમના ઉપર છાંટયું, બેલાવવા ઘણું ઘણું મથી પણ તે ન જ બોલ્યા હું એકદમ રડી પડી. તેટલામાં તે પેલે પારધી આવ્યું એટલે હું ઉપર ચક્કર ચક્કર ઘૂમવા લાગી. તેને પણ પક્ષીને મરેલું દેખી દુ:ખ થયું. તેની ઈચ્છા હાથીને મારવાની હતી પણ વચ્ચે મરાઈ ગયું આ નિર્દોષ પક્ષી તેથી તે પણ દુભા. પક્ષિને નીચે મુકી તે લાકડા લેવા ગયે એટલે ફરી હું નીચે ઉતરી, મારાં અને પતિનાં પીછાં વિખ્યાં હું તેને બાઝી ખુબ ખુબ રડી ત્યાં તે લાકડા લઈ પારધી આ એટલે ફરી ઉડી મારા પતિની આસપાસ આકાશમાં પ્રદક્ષિણા કરવા લાગી. મારા પતિ જતાં મારી દિશા શૂન્ય હતી. ગંગાના તરગે અને મધુર પવન મને આકર લાગતે હતું. મેં ઉપરથી જોયું તે પારધીએ મારા પતિના મૃતક ઉપર લાકડાં ગોઠવ્યાં અને અગ્નિ પ્રગટાવ્યું. આ અગ્નિ મને દાવાનળ જેવો લાગે. ડીવાર તે ચક્કર ચક્કર ધુમી પણ પછી મારી ધીરજ ખુટી અને હું તે અગ્નિમાં પડી. અગ્નિની જ્વાળાઓ મારા પતિની સાથે મારા ઉપર પણ
For Private And Personal Use Only