________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાવી તરંગવતી
(૩) અમારે રથ નગરના રાજમાર્ગમાં થઈ નીકળે. તેમાં પિતા, માતા, ભાઈઓ, ભેજાઈએ અને અમારે બધે પરિવાર હતો. અમારા રથને જોતાં કોઈ અમારા વૈભવની તે કે અમારા સંપની પ્રશંસા કરતા. કેઈ જુવાને મારા રૂપની પાછળ ભ્રમર થવા તલસતા તે કઈ સ્ત્રીઓ પોતાનામાં સુંદરતા મેળવવા મારા રૂપને આદર્શ માની ધારી ધારી નીરખતી.
રથ ઉદ્યાનના દરવાજે આવ્યું. રથમાંથી ઉતરી અમે બધાં સતપર્ણના વૃક્ષ પાસે ગયાં. આ સપ્તપર્ણના વૃક્ષના ઝુંડના ઝુંડ સફેદ પુષ્પરૂપ દાંતથી હસી અમારે આદર સત્કાર કરતાં અમે નિરખ્યા અને પવનની લહેરથી વૃક્ષની ડાળીઓ જમીન સાથે ઘસાઈ અમારા માર્ગને નિષ્કટક બનાવતી અમે જે ખુબ આનંદ પામ્યાં. સૌએ આમ તેમ ઉપવનની કુંજોમાં ફરવા માંડયું. હું અને મારી સખી સારસિકા તે પીળાવર્ણવાળા સપ્તવર્ણને શેધવામાં રોકાયાં. થોડું ચાલ્યા ત્યાં તે એક સરોવર જોયું, તેમાં રહેલાં રાતાં કુલ પઢની, સફેદ કુલ ચંદ્રની અને કાળાં કુલ વાદળાની સ્મૃતિ કરાવતાં હતાં. કુલની ડાળીને હિંચકે બનાવી હિંચકો ખાતી બતક, અને પીળાવના કમળ ઉપર બેઠેલા ભ્રમરે અમને સેનાની તાસકમાં મુકેલાં નીલમો હોય તેવે ખ્યાલ આપતાં હતાં. ત્યાં તે મારી નજર ચક્રવાકોના યુગલે ઉપર પડી. કેટલાક ચક્રવાકે આરામ લેતા હતા તે કેટલાક પિતાના અભંગ પ્રેમને પરસ્પર દેખાડી એક બીજામાં સમાઈ જવા મથતા હતા. આ તળાવ, ચક્રવાક અને આ બધા દેખાવે
For Private And Personal Use Only