________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવતાઈ અગ્નિ
૪૫
ત્યાં સુધી તા રહે છે, પણ જ્યારે દુ:ખ પેાતાને માથે આવી પડે છે ત્યારે નથી રહેતી. હું સમજું છું કે જેને થાડા પુત્રા હાય તેના થાડા નાશ પામે અને જેના વધારે હાય તેના વધારે નાશ પામે. હે સ્વામિન્! આપના વચનથી હું હવે શોક નહિ કરૂ પણ આપ! આપના સઘળા પુત્રાના કોઇ મૃત્યુ સમાચાર આપે તે વખતે શાક ન કરા તે મને ? ગંભીરતાથી સગરચઢીએ કહ્યું. ‘નામ તેનેા નાશ છે. ભરતચક્રી અને ઋષભદેવ જેવા પૂર્વજો ગયા તે હું કે મારા પુત્ર શી વીસાતમાં ? હું તે કહુ છું કે ગમે તે સમાચાર વખતે હું ધીરજ રાખી શકીશ. અને વિદ્વાન બ્રાહ્મણ ! પુદ્ગલમાંથી ઉત્પન્ન થયેલ દેહ પુદ્ગલમાં મળે તેને શેક શે કરવા ?' એમ છે તા હવે આપ સાંભળેા. ‘હે સ્વામિન! તમારા સાઠહજાર પુત્રા નાગરાજના દૃષ્ટિવિષથી મૃત્યુ પામ્યા છે.’
આ સમાચાર સાંભળી સગર શેકસ્તબ્ધ બની જડાઈ ગયા. બ્રાહ્મણે કહ્યુ, ‘હે સ્વામિન્! આપ અજીતનાથ ભગવાનના ખાંધવ છે, વિવેકી છે, અને જગતની સ્થિતિના પારખુ છે. ’
એટલામાં તે સ પ્રધાના આવ્યા અને તેમણે સ વૃત્તાંત કહ્યો. ત્યાં તેા રાજા ઘણી ધીરજ રાખવા છતાં ન રાખી શકયેા અને જમીન ઉપર ઢળી પડચે.
સત્ર શેક ફેલાયે.. પ્રજા પણ રાજાના શાકમાં સામેલ બની. ઘેાડા સમય સુધી તો સૌ કોઇ અવાચક બન્યા.
રાજા સમજી ગયા કે આ વૃદ્ધ બ્રાહ્મણ મારા પુત્રના મૃત્યુ સમાચાર આપવા આવ્યે હતા. પણ તેણે મને વધુ
For Private And Personal Use Only