________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાવ
તેમની દેશના સાંભળવા ગયા. મુનિએ દેશનામાં જીવમાંથી શિવ થઈ શકે છે, જે જીવ કર્મ સહિત તે જીવ કહેવાય છે અને કર્મ રહિત થાય ત્યારે તે શિવ બને છે. હંમેશાં મનુષ્ય ધર્મમાર્ગને પક્ષ કરવો જોઈએ અને અધર્મને છાંયડ પણ ન લેવો જોઈએ.” એમ જણાવ્યું. મુનિને આ ઉપદેશ મરૂભૂતિના હૃદયમાં આરપાર ઉતર્યો અને તે ધર્મનિષ્ઠ શ્રાવક બને.
મરૂભૂતિની વૈરાગ્ય વાસિત પ્રવૃત્તિ વસુંધરાને ન ગમી તેનું મન હરહંમેશ રંગરાગમાં ડોલતું હતું. જ્યારે મરૂભૂતિનું ચિત્ત સંસાર તજી ગુરૂ સાથે વિચરવાની ભાવનામાં મહાલતું હતું. એક વખત દુબુદ્ધિ કમઠની દૃષ્ટિ વસુંધરા ઉપર પડી. આથી તેણે ધીમે ધીમે લજજા છેડાવી તેને પોતાની કરી.
સમય જતાં વરૂણાને આની ખબર પડી. તેણે સઘળી વાત પિતાના દિયરને ખાનગીમાં બોલાવી કહી. પણ ભેળા મરૂભૂતિને વડિલભાઈ આવું અકૃત્ય કરે તે ઉપર વિશ્વાસ ન બેઠે. આથી એક વખત તે ભાઇની રજા લઈ બહારગામ ગયે. પણ રાત નમતાં એક દુઃખિયારાને સ્વાંગ ધરી તેને ઘેર આવી પડી રહેવાની માગણી કરી. કમઠે ઘરની એાસરીમાં તેને પડી રહેવા દીધું. રાતે મરૂભૂતિને ઉંઘ ન આવી. જાળીઓ દ્વારા તેણે નજરોનજર પોતાની પત્ની અને ભાઈનું દુષ્ટિત નિહાળ્યું.
ધર્મિ અને વ્રતપરાયણ છતાં મરૂભૂતિ સ્ત્રીને વ્યભિચાર સહી ન શકો. કાપવાદની બીકે તેણે હોહા ન કરી. પણ સવારે અરવિંદ રાજાને જઈ સઘળી વાત કરી. અને
For Private And Personal Use Only