________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪ )
વડગચ્છ, તપાગચ્છ, પુનમીઆ, આગમિક, ચૈત્રવાલ આદિ ધણા ગચ્છે! ઉત્પન્ન થયા અને તે વખતે દરેક ગચ્છના આચાર્યે સ્વમત પ્રતિપાદનમાં પેાતાનું આત્મબળ વાપર્યું પણ તેઓએ સપ કરીને અનેક ઉપાયેાથી અન્ય ધર્મીઓ સાથે ઉભા રહેવું એ તરફ લક્ષ દીધું નહિ. તેરમા સૈકામાં અર્થાત વિક્રમ સંવત ખારસેની સાલમાં ઘણા ગચ્છા ઉત્પન્ન થયા તે વખતે વર્તમાનકાલપર દૃષ્ટિ દેનાર સર્વ આચાર્યંમ શ્રેષ્ઠ, કલિકાલસર્વજ્ઞ, મહા પ્રભાવક શ્રી હેમચદ્રાચાર્ય હતા. તેમણે સાડા ત્રણ ક્રેડ ક્ષેાકની રચના કરી. તેમણે શ્રી કુમારપાલ રાજને જૈનધર્મી બનાવ્યા. તેમણે જૈનધર્મના પુનરૂદ્ધાર કરવાના અને રાજ ફીય જૈનધર્મ બનાવવા ભગીરથ પ્રયત્ન કર્યાં હતા.
જનધર્મમાંથી અન્ય ધર્મમાં ગએલા રાજાએાને તેમણે પુનઃ જૈન ધર્મી બનાવવા ઉદ્યાગ કર્યો અને તેમાં તે કુમારપાલ રાજા વગેરેને જૈનધર્મી બનાવી ઘણા અંશે ફાવ્યા. તેમના આત્માને કરેડ કરાડ વાર વન થાઓ. પૂર્વની પેઠે ક્ષત્રિય રાજાએ સદા જૈન રાજા તરીકે રહે અને રાજાઓના વંશમાં થનાર રાજાની પર પરામ જૈનધર્મે સદાકાલ રહે એવી શ્રી હેમચંદ્ર પ્રભુની ધારણા હતી પણ તે તેમની પાછળ ખર આવી નહિં. શ્વેતાંબરામાં સર્વે આયાર્યોમાં ગચ્છની માન્યતાના ભેદે સંકુચિત દૃષ્ટિહાવાથી અને તેમજ દિગબામાં મૂલસંધ, કાળસધ્ધ, માથુરીસંધ, વગેરેના મતભેદથી એક બીજાના ખંડનમાં આત્મશક્તિના વ્યય થવા લાગ્યા અને પરસ્પર સંપીને જૈન ધર્મમાંથી ભ્રષ્ટ થનાર લેાકેાને જેનધર્મમાં પુનઃ લાવવાના વિચાર કરવાને સર્વ ગચ્છના આચાર્યાંની મહા સભા મળી શકી નહિ અને તેથી વિક્રમની ચૈાદમી સદીમાં જૈનધર્મ તે રાજકીય ધર્મ તરીકે રહ્યા નહિ. હાય !! કેટલી અધી ખેદની વાત. વિક્રમ સવત તેરની સાલમાં વસ્તુપાળ અને તેજપાળ એ એ જૈન પ્રધાના થયા તેમણે જૈન ધર્મની જયપતાકા દૂ
For Private And Personal Use Only