________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વવા–સ્થપાવવા તેમણે પૂર્ણ પ્રયાસ કર્યો હતે. શ્રાવકોને તે ગચ્છમાં લેવા સેનાના વેઢ, વીંટીઓ, પાઘડીઓ, શેલાં, વગેરેની છૂટથી પ્રભાવના કરી હતી અને તેથી લાખોને તેમાં લાવ્યા હતા. વળી અમદાવાદ, ખંભાત, પાટણ, સુરત, વડોદરા, ડભોઈ, ભાવનગર, સાણંદ, મેસાણા, રાંદેર વગેરે ઘણે ઠેકાણે સાગરગચ્છના ઉપાશ્રયે બંધાવવા તેમણે મદદ કરી હતી. સુરતના સાંતિદાસ શેઠે પણ સાગરગચ્છની ઉન્નતિમાં ભાગ આપ્યો હતો.
૩. બાદશાહની મુલાકાત, ચિંતામણિ મંત્રની સાધના સુરતમાં સુરતમંડનપાસના દેરાસરમાં થઈ હતી. શ્રી પાર્શ્વનાથની તે મૂર્તિ હાલ ત્યાંજ ગુફામાં (ભેંયરામાં વિદ્યમાન થયો. કાલે છ મહિના પૂરા થાય છે, માટે કાલે થશે.” તે દહાડે શેઠ પાછા ગયા. બીજે દહાડે તે વિચાર્યું કે “કાલની પેઠે કદી નહિ થયે હેચ માટે હું માણસને દુધ સાકર લેઈને મેકલું. તે આપતા આવશે, ને એ જંત્ર થયો છે કે નથી થયે એની ખબર કહાડો આવશે” એવું ધારીને શાંતિદાસ શેઠે પિતાના શાંતિદાસ નામના ચાકરને મોકલ્યો. તે ચાકરે જઇને જોગીશ્વરને પૂછ્યું “સાહેબ એ જંત્ર થયે?” ત્યારે જોગીશ્વરે પૂછ્યું કે “કોણ કે? ' ચાકર બોલ્યા કે “એ હું શાંતિદાસ.” જોગીશ્વરે શાંતિદાસ શેઠ સમજીને એ જંત્ર આપ્યો અને કહ્યું કે “તું તથા તારી પેઢીમાં કાઈ ના ભુખ્યો નહિ રહે ને વળી અંધારું હતું તેથી મેં દીઠામાં ન આવ્યું કે એ ચાકર ઓળખાય. પછી શાંતિદાસના ચાકરે રસ્તામાં આવતાં વિચાર્યું કે મારે શેઠ તાલેવંત થાય તેના કરતાં હુંજ તાલેવંત થાઉંજ નહિ ? એવું ધારીને એ જંત્ર શેઠને ન આપે પણ, પાછો શેઠની ઘોડારમાં જઈને એક ઘોડા ઉપર સામાન નાંખી સ્વાર થઈ તે ચાલી નિકળે અને દરમજલ દિલ્લી શહેર આવે.
–પૃ. ૨૭૦-૨૭૨. નેટ-આવી રીતે આમાં ભિન્નતા પડે છે કે “સુરતને બદલે દિલ્લી, સાધના કરનાર જૈન મુનિ ને બદલે જોગીશ્વર, ચિંતામણિ મંત્રને બદલે જંત્ર. આનું કારણ આટલું સંભવે છે કે સ્વ. મગનલાલે આ વાત કેાઈ રાસ કે ઇતિહાસ પરથી નથી લખી, પરંતુ મનમાં કલ્પના કરીને લખેલ જણાય છે. ઉપરાંત જૈન સાધુનું આ કાર્ચ નથી એમ સમજીને ઉપરની માન્યતાને વચન આપ્યું હોય, તેમ સમજાય છે. પરંતુ મૂળ રાસ જે બીના પુરી પાડે છે તે સત્ય છે. તેનાં કારણે પૈકી (1) શાંતિદાસથી સાગરગચ્છની સ્થાપના-ઉન્નતી થઈ છે અને તેને સંબંધ અખલીતપણે ચાલ્યા આવે છે તે (૨) મૂળ શાસકાર અને શાંતિદાસના સમયને ઘણું છેટું નથી અર્થાત તેમના વંશજ વખતચંદ શેઠના સમકાલીન સમયેજ સને ૧૮૧૪ માં તે રાસ લખાયો છે તે (૩) જે મંદિર (દેરાસર) માં મંત્ર સાધના થઇ છે તેનું નામ પાસમાં છે તે હાલ પણ સુરતમાં હયાત છે.
આ સબળ કારણથી શેઠ શાંતિદાસના માટે મંત્રસાધના-સુરતમાં જ થયેલી અને જૈન મુનિ (યતી)એ કરેલી તે સ્પષ્ટ સમજાય છે.
For Private And Personal Use Only