________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાલોચના,
શ્રેષ્ઠીવર્ય શ્રી શાંતિદાસ,
૧, વંશ, શાંતિદાસ શેઠના રાસ પરથી તેમની ઘણી ટુંકી પણ ઉપયોગી જીવનરેખા મળી આવે છે. આ રાસના આધાર સિવાય કઈ પણ ચારિત્ર લખતાં જે ઉપયોગી સાધને જોઈએ તે-નામે દંતકથા, વંશાવળી (બારોટ–વહીવંચાની), રાજહુકમો, વગેરે છે તે સાધનોનો ઉપયોગ અહીં પણ કરતાં શાંતિદાસ શેઠનું મહત્વ ઘણી રીતે સિદ્ધ થઈ શકે છે.
તેઓ મારવાડના શુદ્ધ ક્ષત્રિયબીજ સીસોદીઆ રજપૂતના વંશજ હતા. શાંતિદાસના પિતાનું નામ સહસકિરણ, કે જે વત્સાશેઠના પુત્ર હતા અને વત્સાશેઠ હરપાળના પુત્ર હતા. હરપાળશેઠ સામંત સંગ્રામસિંહ અને કુમાર પાળ સીસોદીના વંશના છે, અને તે વંશની શાખા કાકોલા છે. આ મેિવાડના રાજાના ઠેઠ નજીકના સગા સંબંધી હતા. સીસોદીઆ રજપૂતને મહિમા જવલંત હતો અને તેઓ જૈન હતા, એના પ્રમાણ તરીકે ટોડરાજસ્થાન, મેવાડની જાહોજલાલી, ભારત રાજ્યમંડળ, મહાજનમંડળ આદિ અનેક પુસ્તકે સાક્ષી પૂરે છે.
શાંતિદાસશેઠ આ રીતે મૂળ ક્ષત્રિય હતા. જૈનધર્મમાં ક્ષત્રિયએ જે મહાન વિશાલ આધાર, સહાય, અને તે જ અપેલ છે તે અવર્ણનીય છે, અને તે જ રીતે આ શેઠ પણ ક્ષત્રિયવંશજ હોઈ અર્પે એ સ્વાભાવિક ગણી શકાય. અત્યારે કઈ રીતે ક્ષત્રિયોએ જૈન ધર્મમાં સ્તંભ રોપે છે તે જોઈએ.
જૈનધર્મના પરમપૂજ્ય તીર્થસ્થાપક શ્રી કૂષભદેવથી તે મહાવીર સુધીના ચોવીશ તીર્થંકરો ક્ષત્રિય કુળમાંજ ઉત્પન્ન થયા હતા. છેલ્લા તીર્થકર શ્રી મહાવીર સ્વામીના સમયમાં એટલે આજથી ૨૪૩૮ વર્ષ પહેલાં, અઢાર દેશના રાજાઓ જૈનધર્મ પાળતા હતા; એવું ઇતિહાસ અને આગમાદિપરથી સિદ્ધ થાય છે, અને તે સર્વ રાજાઓ ક્ષત્રિય હતા. કેટલાક રાજાઓ વિક્રમ સંવત પછી વેદધર્મી બન્યા, અને તેથી વેદધર્મીઓનું જોર ધીમે ધીમે વધવા લાગ્યું. સિરાષ્ટ્ર, મારવાડ, મેવાડ, પૂર્વદેશ, કર્ણાટક, માળવા વગેરેના રાજાઓ જૈન હતા અને જૈન ધર્મને સારે આશ્રય આપતા હતા, પરંતુ વેદધર્મનું જેર વિક્રમ પાંચમી વા છઠ્ઠી સદીથી વધવા લાગવાથી ક્ષત્રિયાની વંશપરંપરા
For Private And Personal Use Only