________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ક્ષમાવજય નિર્વાણરાસ.
દુહા
સ્વસ્તિ શ્રી વરદાયિની જિનપદપઘનિવાસ; સુરવર નરવર સેવતા, સા શ્રી દે ઉલ્લાસ.
શારદ ચરણે જે રહ્યા, તે હેયે પંડિત ખ્યાતિ; હંસજાતિ જિમ જગકરે, ખીર નીર દેય પાંતી. જિન શારદ ચરણે નમી, ગુણસ્ડ મુનિ મહિરાણ; ક્ષમાવિજય પન્યાસને, સાંભલા નિર્વાણ.
ઢાળ ૧.
( વીર જીનેશ્વર ઉપદેશે–એ દેશી) આબુનું વર્ણન.
જ બુદ્ધીપના ભરતમાં, મરઘલ દેવા વિરાજે રે; અભૂત અબુંદ ગિરિવરૂ, માનું મુગટ સમ રાજેરે. ભવિયણ ભાવ ધરી સુણે ગુરૂ ગુણવંત ચરિતારે, આંકણી. સેનૈયે ધરતી ભળી, નીપાયે પ્રસાદે રે; વિમલે જન્મ સફળ કીયે, મેરૂણ્ય મંડી વાટ રે. ભ. ૧ વિમલે જે ધન વાવરીઉં, તેહની સંખ્યા ન થાયેરે; બાવન લાખી રોજના, દેડા તિહાં ખરચાય. ભ. ૨ વરતુપાલ ધન વ્યય કરે, બાર કેડી ત્રેપન લાખરે, દેરાણી જેઠાણીના ગોખલા, ખરચ્યા નવ નવ લાખશે. ભ, ૩ દંડ કલશ ધજ ધોરણ, ફીરતી દેહરી ત્યાંહી રે. નિભુ વન સીરસેહેરે, થાપ્યા નષભ જિનનાંહરે. ભ. ૪
દેઉલ દેખી દિલ ઠરે, દાનવ માનવ કેરારે, મૂલ નાયક નેમીસરું, બીજાં બીંબ ઘણેરે. ભ. ૫
૧ વર આપનારી. ૨ જિન પ્રભુના પગરૂપી કમળમાં નિવાસ જેને છે એવી. ૩ સંસ્કૃત શબ્દ-તેણ. ૪ સરસ્વતિ. ૫ પેઠે. ૬ જિનનાથ. ૭ દેવળ,
For Private And Personal Use Only