________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેઠ તણા ગુણ વર્ણવ્યારે, સાંભળ્યા નજરે જે દીઠા લાલ સહજે સહજે મેં ગાઈયારે, અમૃત સમ લાગે મીઠા લાલ. ગુ. ૧૪ જિમ સાંભર્યા તિમ ગ્રંથીયારે, વખતચંદ ગુણ માળ લાલ ભણશે ગણશે જે ભાવયું રે, લેહશે સુખ રસાળ લાલ. ગુ. ૧૫ ધર્મગુણે ગુણ ગાવતાં રે, જીહા પવિત્ર ને કીધી લાલ; નિરમળ ગુણ ગંગાજળ સમા રે, કર્મમલ જાએ વરે રિદ્ધિ લાલ. ૧૬ અનુભવ અંતરમલ હરે રે, વાસિત ધર્મગુણ સાર લાલ; ઉન્નત કરી જિન શાસન તણી રે, તિણ ગુણ ગાયા ધરી પ્યાર. ગુ. ૧૭ કલ્પવૃક્ષ દશ સારીખ રે, આંગુલ ઉપમા છાજે લાલ; કાળમુઘે દાન આપીયે રે, ગુણ એહવા અંગે વિરાજે લાલ. ગુ. ૧૮ મનમાં ભરેલી કરૂણ ઘણું રે, દુઃખ પર દેખી નર હાય લાલ; સંઘ સકળ સમજાવીને રે, કરે ઉપગાર સદાય લાલ. ગુ. ૧૯ ચરિત્ર વિના ગુણ ગાઈએ રે, પંડિત લે સુધારી લાલ; આઘા પાછા કહ્યા હોવે રે, જસ મતિ હવે તે સારી લાલ. ગુ. ૨૦ ભુલચુક અધિકું ઓછું રે, જે કોઈ વયણ તે ભાગે લાલ; સજનતા કરી શેાધજે રે, અનુભવ રસ મેં તે ચાખે લાલ. ગુ. ૨૧ જે કઈ અશુદ્ધ પ્રરૂપણા રે, મિથ્યાદુકૃત હો લાલ; સંઘ સહુ સાખે કરી રે, ગુણ ગાયે પાતિક ધ લાલ. ગુ. ૨૨ ચતુર પુરૂષ શ્રવણે સુણી રે, ચમત્કાર ચિત્ત થાય લાલ; બેતાલીશમી ઢાલમાં રે, શેઠજી ગુણ આવે દાય લાલ. ગુ. ૨૩ સરસ સુકડે રાગે કરી રે, પ્રેમવર્બન ગુણ ગાય લાલ; પુન્યથકી સુખ સંપદા રે, લહે સુખ પુન્ય પસાય લાલ. ગુ. ૨૪
દુહા, શેઠ વખતચંદની કથા, મુરખને બકવાદ; રસિયાને આત રસ ઘણે, સુણતાં અતિ આલ્હાદ. ઈહિ લેકે સુખ સંપદા, પામે સુણતાં જીવ; પરભવ સુખ પામી ઘણાં, અનુક્રમે પદવી શિવ, ચઉવિ સંધ આગ્રહ કરી, રાસ રમે સુખકાર; ગુરૂ કૃપા સાનીધ કરી, સરસતીને આધાર,
૧ જીભ.
For Private And Personal Use Only