________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૬
શક્તિયો ખીલે છે. આત્માનું અને અન્ય તત્ત્વનું સભ્યજ્ઞાન થયા પછી જે જે કાર્યાં થાય છે તે વિવેક પૂર્વક થાય છે અને આત્માની પરમાત્મદશા કરવી એજ મનુષ્ય જીવનના પરમ ધ્યેયના ઉપયોગ પૂર્વક થાય છે તેથી દેશકાલાનુસારે ગમે તેવાં કાર્યાં કરતાં છતાં પણ આત્માની ઉત્ક્રાંતિ થાય છે અને આત્માની પરમાત્મતા કે જે અદૃશ્ય (તિરાભાવે) છે તે પ્રકટાવી શકાય છે. એકવાર સભ્યષ્ટિ પ્રગટ્યા પછી આત્મા કદાપિમિથ્યાબુદ્ધિવાળા થાય તે પણ તે અવશ્ય પુનઃ સમ્યગજ્ઞાન પામી મેક્ષ પામે છે, સભ્યજ્ઞાનીનાં સર્વ ગૃહસ્થદશાનાં કાર્યોં તથા દેવગુરૂધર્મ સેવાભક્તિનાં કાર્યો છે તે જ્ઞાનયુક્ત ગણાય છે અને અજ્ઞાનીનાં સર્વ કાર્યો છે તે અજ્ઞાન અર્થાત્ અવિધાયુક્ત ગણાય છે. જ્ઞાનીનાં અને અજ્ઞાનીનાં બાહ્યથી ખાનપાનઆદિ ક્ર તા એક સરખાં હોય છે પણ તેમાં અંતમાં રહેલ અજ્ઞાન અને જ્ઞાનદૃષ્ટિયોગે ભેદ પડે છે. અજ્ઞાની જે જે કાર્યો કરતા છતાં બધાય છે તે તે કાર્યો કરતા છતા જ્ઞાની નવીનકમથી અધાતા નથી અને પૂર્વભવમાં ખાંધેલ કર્મોની નિર્જરા નાશ કરે છે. જ્ઞાની—સાધનામાં અહંમમવૃત્તિથી બંધાતા નથી, તે કર્મો કરતા છતા સાધ્ય ધ્યેયને ભૂલતા નથી. નાળી ભૈન જિલ્લફ ।। જ્ઞાની ક્રમમાં લેખાતા નથી, તેને કંઇ કાર્યો કરતાં દેષો લાગે છે તો તે પશ્ચાત્તા પથી વિશુદ્ધ થાય છે તે પ્રતિક્રમણ કરી શુદ્ધ થતા જાય છે અજ્ઞાની જો ધાર્મિક કાર્યો કરે છે તે તે તેમાં રાગદ્વેષ કરીને નવીન ક્રમને ખાંધે છે. જૈનશાસ્ત્રામાં મિથ્યાત્વજ્ઞાનને અવિધા કહી છે તે પણ સભ્યજ્ઞાનરૂપ વિદ્યામાં કથંચિત્ નિમિત્ત કારણરૂપ થાય છે તેથી મિથ્યાત્વને પણ ગુણુસ્થાનક કચ્છ' છે અજ્ઞાનથી મૃત્યુ છે અને જ્ઞાનથી આનંદરૂપે અમૃતત્વ પ્રાપ્ત થાય છે. અજ્ઞાનનું મૃત્યુ તરી જવુ' અને જ્ઞાનનુ' અમૃતત્ત્વ પ્રાપ્ત કરવું' તેજ મનુષ્યદેહને મુખ્ય ઉદ્દેશ છે. મનુષ્યજન્મનો ઉદ્દેશ એ છે કે આત્માને પરમાત્મ
For Private And Personal Use Only