________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૦).
ઉદ્યમી, લેકભાગ્ય અને વિદ્વગ્ય સાહિત્યના સજક, અધ્યાત્મજ્ઞાનના અદભુત નિધિ, શરીરે ખડતલ, પ્રસન્ન અને સાત્વિક આકૃતિવાળા અને આસપાસના વાતાવરણને અને બાળકોને આનંદિત કરવાની શકિતવાળા હતા. ઉપરોકત ગ્રંથ ઉપરાંત આનંદઘન પદ સંગ્રહ ૧૦૮ પનાં વિવેચન સાથે, પરમાત્મદર્શન, આત્મદર્શનગીતા, અધ્યાત્મગીતા, પ્રેમગીતા, કક્કાવલિ સુબોધ, જૈનધમ અને ખ્રીસ્તી ધર્મને મુકાબલે, જૈનેપનિષદ, સામતી ગુણ શિક્ષણ કાત્ય, તત્વ વિચાર, આંબા ઉપરનું કાવ્ય, કમજોગ વિગેરે વિગેરે અનેક પુસ્તકે રચી જૈન સમાજ ઉપર અપરિમિત ઉપકાર કરેલ છે તેમજ લાલા લાજપતરાય અને જૈનધમ નામક ગ્રંથ પ્રકાશિત કરી સત્યતત્વનું દર્શન કરાવ્યું છે.
એમની પ્રેરણાથી માણસામાં સં. ૧૯૯પમાં અધ્યાત્મજ્ઞાન પ્રચારક મંડળની સ્થાપના જ્ઞાનપંચમીના દિવસે થયેલી છે; ઉર્દુ, હિંદી, ગુજરાતી, પ્રાકૃત સંસ્કૃત ભાષાને અભ્યાસ, યોગ, વ્યાકરણ, ઇતિહાસ, સાહિત્ય, રાસ, ભજન કાવ્યો, માતૃપિતૃભક્તિ, બાળલગ્ન, સાધર્મિક ભકિત વિગેરેમાં, સામાજિક ધાર્મિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ કાવ્યોનું સર્જન કરી, આબાલવૃદ્ધ જૈન જૈનેતર સૃષ્ટિ ઉપર મહાન તેજ પાથયુ છે તેમજ અનેક રાજા મહારાજાઓને પ્રતિબંધ કરેલે છે.
દીક્ષા લીધા પહેલાં સરલ ગુજરાતી ભાષામાં અનેક કાવ્યો કરેલાં છે, તેમાં પિતાના હત્યની ભાવના વ્યકત કરેલી છે; તેમાંથી માત્ર બે નમુના આપની સમક્ષ રજુ કરું છું
For Private And Personal Use Only