________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪) આત્મરૂપ ગુરૂના સત્ અસત્ અસ્તિ નાસ્તિ પર્યાની અપેક્ષાએ આત્મગુરૂમાં સર્વ વિશ્વને અંતર્ભાવ છે એમ સાપેક્ષ બે પ્રકાશીને આત્મગુરૂમાં સર્વ જ્ઞાનાદિક ગુણનું સન્દર્ય; પ્રભુત્વ; અવલોકવું અને ગુરૂપ્રેમથી મરત અવધૂત બનવાનું આલેખ્યું છે અને તદપેક્ષાએ આત્મગુરૂને જાણતાં સર્વ વિશ્વ જાણ્યું તથા આત્મગુરૂને આત્મમહાવીરને પામતાં સર્વ પમાયું એમ વસ્તુતઃ પ્રબોધ્યું છે. આત્મગુરૂને પામતાં પૂર્ણ સ્વતંત્રતા પ્રગટે છે. આત્માપર મોહનું સામ્રાજ્ય છે ત્યાં સુધી સર્વ કે પરતંત્ર છે. ઈન્દ્ર અને ચક્રવત્તિ આદિ દુનિયાના નેતાઓ માહ અજ્ઞાનના તાબામાં છે ત્યાં સુધી પરત છે. ગુરૂનું શરણ સ્વીકારવાથી અને ગુરૂની આજ્ઞા પ્રમાણે પ્રવર્તવાથી આત્માની સ્વતંત્રતા પ્રકાશે છે અને પરતંત્રતા ગુલામીને નાશ થાય છે. આત્માની સત્ય શુદ્ધ જ્ઞાન પ્રેરણા પ્રમાણે પ્રવર્તવું તે માત્મગુરૂની આજ્ઞા છે અને શિધારક ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તવું તે વ્યવહાર ગુરૂની આજ્ઞા છે. વ્યવહાર ગુરૂની આજ્ઞા તે નિમિત્ત આજ્ઞા છે અને આત્મગુરૂની આજ્ઞા તે ઉપાદાન આજ્ઞા છે. ઉપાદાન પરિપૂર્ણ ન ખીલે ત્યાં સુધી વ્યવહાર ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તવાથી જ આત્મહિત છે એમ માની ગુરૂની આજ્ઞા પ્રમાણે કર્તવ્ય કર્મો કરવાં. ગુરૂ પર પૂર્ણ શ્રદ્ધા અને પૂર્ણ પ્રેમ મૂકી વર્તવું તેજ ગુરૂ ભક્તિ છે. ગુરૂ પર પ્રેમ શ્રદ્ધાનું ધારણ તેજ જીવન છે અને ગુરુ, પરથી શ્રદ્ધા પ્રેમનું ઉત્થાન તેજ મૃત્યુ છે. વારંવાર અન્ય નાસ્તિક તીવાડીઓથી ભરમાઈ જઈ ગુરૂને વારંવાર બદલવા તે અજ્ઞાન, મોહ અસ્થિરદ્ધિનું પરિણામ છે અને તેથી આત્મકલ્યાણ થતું નથી. ગુરૂ કર્યા પછી ગુરૂમાં દેષ જેવા તેજ ભક્તના નિપાતનું કારણ છે. પંચેન્દ્રિયવિષય મેહ વિનાને રાગ તે પ્રેમ છે, એવા સત્ય અખંડ નિરૂપાધિ પ્રેમથી ગુરૂની સેવા કરવી. નિશ્ચયતઃક્રિયા વેષમાં ગુરૂત્વનથી ગુણેના આશ્રયરૂપ આત્મામાં ગુરૂત્વ છે. સુભક્તશિષ્ય ગુરૂના વેષાચાર કરતાં ગુરૂના આત્માને જ સત્ય બ્રહાગુરૂ માનીને સેવે છે પૂજે. છે તેથી તેઓ આત્મગુરૂમાં પ્રકૃતિ દેને દેખી શક્તા નથી ગુરૂના
For Private And Personal Use Only