________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦) ગુરૂમાં અને શિષ્યમાં અભેદ ભાવ, સ્વગી યજ્ઞાન અને પ્રેમથી બનેલું ઐકય વર્તે છે તેને રસાસ્વાદ લેવાને સામાન્ય કેટિના મનુષ્ય અધિ કારી નથી. ગુરૂ શિષ્ય પ્રેમ અને બંનેને આત્મીય સંબંધ હોય છે ત્યાં પ્રત્યક્ષ પ્રભુ પ્રાપ્તિ અને મુકિત છે. અપ્રમત્ત મહાયોગી ગુરૂઓને શિષ્ય ભકતે કરવાને માત હેતેજ નથી. તેઓ જેઓને ઉદ્ધાર કર વાને ઇચછે છે તથા જેઓ પોતાની ગુરૂતાને જાણે છે તેઓને તે ભકતે વા શિષ્ય બનાવે છે. ભૂખે બ્રાહ્મણ હાય તથા તે જંગલ ઉતરીને ગામ માં આવ્યું હોય અને તેને ઘેબર લાડુ ખાવા મળે તે એટલે તેને આનંદ થાય તેના અધિક અધિક હર્ષ જેને ગુરૂ દેખતાં પ્રગટ હોય છે અને ગુરૂને દેખતાં જેની રેમ રાજી વિકસ્વર થાય છે તે ગુરૂને ભકત શિષ્ય બનવાને ખર અધિકારી બને છે. ધનરાજ્ય સત્તાના દાનથી ગુરૂ આત્મજ્ઞાન આપી શકતા નથી. ગુરૂજી ધર્મજ્ઞાનને વેચી શકતા નથી તથા તે ભયથી અન્યને આપી શકતા નથી. ગુરૂની સેવા કરતાં કરતાં સહેજે ગુરૂ જે શિષ્ય ભકતને આત્માનાં રહસ્ય સમજાવે છે અને સહેજે તેઓ જે અનુભવજ્ઞાન મેળવે છે તે સત્ય જ્ઞાન છે. ગુરૂ પાસે ઘણાં વર્ષ રહેવાથી અનુક્રમે અનુભવજ્ઞાન થાય છે. તેની પ્રાપ્તિ માટે પરમ ભકત શિખેપર મહાગુરૂની કૃપા ઉતરે. ગુરૂગીત ગુહલી સંગ્રહને પ્રારંભ વિજાપુરમાં સં. ૧૭૬ ના વૈશાખ માસમાં કરવામાં આવ્યું હતું. વિજાપુરથી શાખ સુદિ દશમે રણસણ વિહાર કર્યો હતો. કલિયુગમાં ગુરૂ પ્રેમ સુધીનાં કાવ્યની વિજાપુરમાં રચના કરવામાં આવી હતી. પશ્ચાત્ રણાસણ, દરામાં ગુરપામવાની ભકિતના શિર્ષકવાળા કા સુધીની રચનાકરવામાં આવી હતી. ગુરૂપૂર્ણિમાપૂજાથી માંડીને ગુરૂગીત ગ્રન્થના કાવ્યની સમાપ્તિ તથા મહાવીર રસ શીર્ષક કાવ્ય સુધીની રચના માણસામાં કરી હતી. સં. ૧૯૭૬ ના વૈશાખ સુદિ તેરસથી જેઠ સુદિ આઠમ સુધી માણસામાં નિવાસ કર્યો હતે. જેઠસુદિ આઠમે આજેલ ગામમાં વિહાર કર્યો હતો અને ત્યાં જેઠ, વદિ અમાવાગ્યા સુધી નિવાસ કર્યો હતે. આજેલમાં જે જે કાવ્ય કર્યા તે આજેલ લખી પ્રકાશિત
For Private And Personal Use Only