________________
Shri Mahavir Jain Aradhana Kendra
(૮૪)
www.kobatirth.org
શ્રી ગુરૂએન
ગુપ્ત સમયમાં પણ રાજાની નિંદા કરવી નહિ, રાજાનુ અપમાન થાય તેવા શબ્દ ઉચ્ચારવા નહિ, રાજાની શાંતિ ઇચ્છવી, કેટલાક લેાકા રાજ્ય વિરૂદ્ધ વર્તે છે અને નૃપતિનું ખુર્ કરવા પ્રયત્ન કરે છે તે ચાગ્ય કહેવાય નહીં. રાજાએ પણ પ્રજાને પુત્રની પેઠે પાળવી જોઈએ. પ્રજાના ઉપર ત્રાસપ્રદ કરી વધારવા નહિ. પ્રજાની ઉન્નતિ થાય તેવા ઉપાયામાં તલ્લીન રહેવુ. પ્રજાના સર્વ વિભાગનું એક સરખી રીતે ભલું કરવું. પ્રજા ઉપર વિષમ દ્રષ્ટિ ધારણ કરવી નહીં. પ્રજાના પ્રેમ વિનાના રાજા રાજાજ નથી, પ્રજાનું ભલું કર્યા વિના પ્રજાના પ્રેમ રાજા ઉપર થતા નથી. રાજા રાજાના ધર્મ ન સાચવે અને પ્રજાને કનડે તે પ્રજા ક્યાંથી રાજાને વિનય સાચવી શકે? પિતા ખાળકનું મન મનાવે છે તે! પિતાને બાળક ચાહે છે, તેમ રાજાએ પણ પ્રજાનું સદાકાળ ભલું ઇચ્છવું, ગાડી વાડી લાડી તાડી માજમઝામાં પ્રજાનું ધન વાપરવાથી કઇ રાજા શાભી શકતા નથી. ઉચ્ચ દયા, દેશદાઝ, પ્રજાનું ભલું કરવાથી રાજા શાલી શકે છે. ઉત્તમ રાજાઓની પ્રજા સદાકાળ રાજાને શુભાશીષ: આપે છે, પ્રજાએ રાજાનું કદી ભુરૂ ઈચ્છવુ નહિ. પ્રજાની ઉન્નતિના આધાર રાજા ઉપર છે તેમ રાજાની ઉન્નતિના આધાર પ્રજા ઉપર છે. પ્રજાએ નૃપતિમાં જે જે સદ્ગુણા ખીલેલા હાય તેનુ કીર્તન કરવું, પેાતાના કરતાં
રાજાના વિનય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only