________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યજ છે કે હિરા-રત્ન કોલસાની ખાણમાંથી અને કુંદન માટીમાંથી જ પ્રકટે છે. શ્રીમદે સાત વર્ષની વયે ગામઠી શાળામાં વિદ્યાભ્યાસ શરૂ કરી ઉચે નંબરે પાસ થઈ વિજાપુરના પ્રતિષ્ઠિત જ્ઞાની વવદ્ધ જૈન ગૃહસ્થ શેઠ નથુભાઇ મંછાનંદની વાત્સલ્ય. ભરી મદદથી આગળ અભ્યાસ વધાર્યો. તેઓશ્રીમાં બુદ્ધિ વિકાશ અને જ્ઞાનવિલાસ વધવા લાગ્યાં. આ પછી તેમના પિતાશ્રી વગેરે તરફથી લગ્નને માટે કહેવામાં આવતાં શ્રીમદે પોતે આ જન્મ કૌમાર્ય પાલનને નિશ્ચય નિવેદન કર્યો. અને આજ પત પિતાનું પવિત્ર જીવન બ્રહ્મચર્યાવસ્થામાં જ વ્યતિત કર્યું છે. શ્રીમને પ્રથમથીજ સંસાર ઉપર ઉદાસીન ભાવ વર્તતો હતો. પિતે જાણે સાધુ થવાનેજ જન્મ્યા હોય તેમ સંસારના રંગરાગ-સ્નેહ સંબંધો તરફ બે દરકાર અને અધ્યાત્મ જ્ઞાન તરફ અતીશય રૂચીવાળા હતા. સંસારની અસારતાના પાઠ શીખીને જ આવેલા એ બાળ ચોગીરાજને શાસ્ત્રાભ્યાસ-તપશ્ચર્યા-ગુરૂસેવા આદિ ઘણું જ પ્રિય હતાં. આ પછી તેઓશ્રીને મહાજ્ઞાનીમહાત્મા શ્રીમદ રવિસાગરજી મહારાજનાં દર્શન થયાં, શ્રીમદ્દને તે પવિત્ર મહાત્મા પ્રત્યે પૂજ્ય ભક્તિભાવ પ્રકટ. શ્રીમદ્ પર શ્રી ગુરૂવર્યની પણ સંપૂર્ણ કૃપા ઉતરી શ્રીમરના ગુરૂવ સંવત ૧૯૫૪ ના જે વદી ૧૧ ના રોજ કાળ કર્યો. શ્રીમદ્ આ વખતે ત્યાં તેમની સેવામાં હતા. શ્રીમને ધ્યાનને અભ્યાસ ઘણું વધ્યો હતો. માતા પિતાની હયાતીમાં દીક્ષા નહિ લેવાની વૃત્તિ વાળા શ્રીમદૂનાં માતા-પિતા સંવત ૧૯૫૬ માં કાળ ધર્મને આધિન થયાં. આ પછીસંવત ૧૯૫૭માં શ્રીમદ્દ પાલનપુરમાં શ્રી સુખસાગરજી મહારાજના દર્શનાર્થે આવ્યા અને શ્રી હિરવિજયસૂરિના ઉપાશ્રયમાં ધ્યાન ધરતાં કરતાં દિક્ષાના પરિણામ પૂર્ણ પણે વિકાશ-વૃદ્ધિ પામ્યા, તેજ રાત્રે
For Private And Personal Use Only