________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આસન.
(૨૨) તેથી જે કંઈ અસર થાય છે તેવી અસર પિતાની એ પુસ્તક વાંચવાથી પણ થતી નથી. હાલના કાળમાં આત્મ જ્ઞાન તરફ કોઈ ઉત્તમ જીવોનું લક્ષ ખેંગ્રાય છે. કેટલાક મનુષ્ય ધમ ધર્મ પિકારે છે, પણ આત્મતત્ત્વ જારિયા વિના તેઓ સત્ય ધર્મ સાધી શકતા નથી. આત્મતત્ત્વ જાણ્યા વિના પુનર્જન્મ અને પુણ્ય, પાપ, બંધ અને મોક્ષતત્વની શ્રદ્ધા થતી નથી. આત્મતત્ત્વ જાણવાથી હૃદયમાં સત્યવિવેક પ્રગટે છે અને સત્ય સુખ પ્રાપ્ત કરવા ઈચ્છા થાય છે.
આત્માના ત્રણ ભેદ છે. બહિરાત્મા–અંતરાત્મા અને પરમાત્મા. આ ત્રણ આત્માઓનું સ્વરૂપ સમજવાથી પિતે ક આત્મા છે તેને અનુભવ થાય છે.
બાહ્ય વસ્તુઓમાં આત્માને માનનાર બહિરાત્મા કહેવાય છે. મન–વાણું અને કાયાને આત્મા માનનાર બહિરાત્મા કહેવાય છે. મિથ્યાત્વદશામાં વર્તનારને બહિરાત્મા કહેવામાં આવે છે.
બહિરાત્માઓ અનેક છે. રાગ અને દ્વેષમાં સદાકાળ તેઓ લયલીન રહે છે. તેઓ પુણ્ય અને પાપનો છે સમજતા નથી. દુનિયાની ઉન્નતિનેજ પિતાના આત્માની ઉન્નતિ ગણે છે. ખાવું-પીવું અને પહેરવું વરે સાંસારિક સુઓ ગજવામાંજ તેઓનું જીવન ચાલ્યું જાય છેસાંસા રિક સુખને માટે તેઓ નીતિને કવચિત સ્વીકાર કરવા
For Private And Personal Use Only