________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦)
શ્રી ગુરોધ. મોટી માળા લેઈ પરમાત્માનું ભજન કરતા હતા. રાજાએ તેની કંગાલ સ્થિતિ તથા ભકતદશા દેખી અને મનમાં વિચાર કર્યો કે પ્રભુના ભક્તને કર ન લેવો જોઈએ. રાજાએ પેલા ભકત ખેડુતને કર માફ કર્યો. આ વાત બીજા ખેડુતેએ જાણી, અને તેઓ સમજી ગયા કે રાજા ભકત ખેડુતોનો કર લેતા નથી, તેથી તેઓ પણ બે બે હાથની લાંબી માળાઓ લેઈ મેટા સ્વરથી પ્રભુનું નામ જપવા મંડી પડયા, રાજાએ સર્વ ભકત ખેડુતોનો કર માફ કર્યો. આ વાત પ્રધાનના મનમાં રૂચિ નહિ.
પ્રધાને વિચાર કર્યો કે આમ કરવાથી તે ઠગભકતે ઘણું ઉત્પન્ન થવાના. માટે કેાઈ સાચે ભકત હોય તેનેજ કરે ન લે. બાકી ઠગભકતોને કર તો લેવો જોઈએ. એમ રાજાને સમજાવ્યું. ત્યારે રાજાએ કહ્યું કે, તમે ખરા ભગતની પરીક્ષા કરી તેને કર માફ કરે અને બાકીનાને કર લે. આ પ્રમાણે આજ્ઞા આપવાથી પ્રધાને મનમાં એક યુક્તિ શેાધી કાઢી અને સિપાઈઓને હુકમ કર્યો કે, જા જેટલા ભગત હોય તેમને કહે કે રાજાની છાતીમાં એક જાતનો રેગ થયે છે માટે તે રેગની શાંતિને માટે ભક્તના કાળજાનું તેલ જોઈએ છે, માટે સર્વ ભકતને બેલાવી ઘાંચીની ઘાણમાં ઘાલી પીલી તેનું તેલ કાઢે. આ પ્રમાણે ભકતને આશા સંભળાવી તેઓને પકડી લાવે, પ્રધાનો હુકમ લેંઈ સિપાઈઓએ ભકત ખેડુતોની પાસે જઈ આ હુકમ
For Private And Personal Use Only