________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ગુરૂધ હર્ષોલ્લાસથી ઉઠશે. શ્રી સશુરૂને વિધિપૂર્વક વંદન કર્યું હર્ષાશ્રુ આવી ગયાં. હું શ્રી ગુરૂની સ્તુતિ કરવા લાગ્યા.
જય જય શ્રી સદ્દગુરૂજી ભવભય ભંજક દુઃખ હરારે; જ્ઞાતા પરોપકારી મંગલકારક સુખ કરારે. જય. ૧ સભ્ય જ્ઞાન પ્રરૂપક સ્વામી, નામિ પણ નિશ્ચય નિર્નામી; પુર્યોદયથી વ્હાલા આ અવસરમાં અવતરે. જય. ૨ અત્તર ચક્ષુદાતા ધ્યાની વાત નહિ કોઈ તુજથી છાની, જય જય જગદીશ્વર વિવેકી સદ્દગુણ સહુ ભર્યારે. જય. ૩ જાવ છવ શ્રી સદ્દગુરૂ સેવા, અનુભવ અમત સુખના મેવા; બુદ્ધિસાગર સદ્દગુરૂ દેવા, અનુભવ સુખ વર્યારે. જય. ૪
આ પ્રમાણે સશુરૂની સ્તુતિ કરી વંદન કરી તેમના સામું બે હસ્ત જેડી ઉભો રહ્યો. શ્રી સદગુરૂ વાણું પ્રકાશવા લાગ્યા. તેઓશ્રીએ સારા મસ્તકપર કૃપામય હસ્ત ભૂક. તે સમયે મનમાં અલોકિક આનંદનું ભાન થયું, ત્યારે મને સમરી આવ્યું કે અહે મહાપુરૂષની કૃપામાં અદ્ભુત શક્તિ રહેલી છે. શ્રી સદગુરૂએ પ્રસન્ન વદને કહ્યું કે હે શિષ્ય! જગતમાં સારભૂત હું તને તેર રત્ન આપું છું. આ
આ તેર રત્ન અલોકિક છે. દેવતાઓને પણ દુર્લભ છે. અનેક ભવ્ય જી તેર રત્નના મહિમાથી પરમાત્મ સ્વરૂપમાં લીન થયા છે, થાય છે, અને થશે. એમ કહી પ્રત્યેકવું યથાર્થ સ્વરૂપ કહી બતાવ્યું. તે નીચે મુજબ તેર ચિંતામણિરત્ન છે,
For Private And Personal Use Only