________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુજ ભાર મેં હલકે કર્યો, સંકષ્ટને હલકું કર્યું, ઔદાસ્ય મનમાં નવ ઘટે, ફળ માલીને અર્પણ કર્યું, એવીજ હારી છે સ્થિતિ, ગુરૂદેવનાં પુપ બધાં, ગુરૂદેવને અર્પણ કરી, અળગી કરી શિરની વ્યથા.૭ થાજે પ્રસન્ન તદા મહને, આશીષ સુંદર આપજે, અંતરતણું પડ ભેદવા, બળ હૃદયમાંહી સ્થાપજો; વિરહભર્યો પ્રેમ ભર્યો, સ્મૃતિ લાવી સુંદર મૂર્તિની, મુજ વાક્ય પુષ્પની અંજલી,ચરણે ધરી છે આપની ૮ હાલાં તમારાં બાળને, ત્યાં યાદ સ્વ લાવજે, સેવા બને જન કોઈની, એ રાહ શુભ બતલાવજે, પ્રેમે નમન ચરણે નમન,સ્વીકારજો શિષ્ય તણા, પર ભાવ સુખ કે દુ:ખના, સમજાવજે જે આપણા ૯
આપને– અંતેવાસી-હેમેન્દ્ર.
- શ્રી
www.kobatirth.org
For Private And Personal Use Only