________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨). પૂજક મટી જા તું હવે, ને દેવ કેવળ રાખજે;
દેવત્વ અથવા ત્યાગીને, પૂજકપણાને દાખજે. એકત્વમાં આનંદ છે, ભિન્નત્વમાં સે કષ્ટ છે;
જ્યાં ઠંદ્રની છે પ્રાપ્તિ ત્યાં, ફેગટ ફજેતી સ્પષ્ટ છે. ૮ આનંદને રક્ષક થજે, આનંદને પૂજક થજે;
રક્ષક પૂજક છેવટ મટી, આનંદરૂપે તું થજે. એ અજિતને આદેશ છે, એ શાસ્ત્રને સંદેશ છે; પરદેશ નો તજ પ્રેમ તું, ત્યારે અતિ પ્રિય દેશ છે. ૧૦
જ્યાં છે. શિરપણાને રાખી
साधू पुरुषना संगमां ( १२२)
ગજલ સહિની. અભિવૃદ્ધિ ધર્મ તણી બને, સાધૂ પુરૂષના સંગમાં;
અભિવૃદ્ધિ કર્મ તણી બને, સાધૂ પુરૂષના સંગમાં. ૧ અંતઃકરણ નિર્મળ બને, સાધૂ પુરૂષના સંગમાં,
ને નયન પણ નિર્મળ બને, સાધૂ પુરૂષના સંગમાં. ૨ હું પ્રેમ પૂર્વક જાઉં છું, સાધૂ પુરૂષના સંગમાં; - જ્ઞાનામૃતમાં નહાઉં છું, સાધૂ પુરૂષના સંગમાં. ૩, મુજ વૃત્તિઓ નિર્મળ થઈ, સાધૂ પુરૂષના સંગમાં;
મુજ બુદ્ધિઓ નિર્મળ થઈ, સાધુ પુરૂષના સંગમાં ૪ પ્રભુ ધ્યાન કરતા આવડયું, સાધૂ પુરૂષના સંગમાં
પ્રભુ ગાન કરતાં આવડયું, સાધૂ પુરૂષના સંગમાં ૫ કઈ દાન કરતાં આવડયું, સાધુ પુરૂષના સંગમાં,
પ્રભુ જ્ઞાન સુખમય આવડયું, સાધૂ પુરૂષના સંગમાં ૬
For Private And Personal Use Only