________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭૬) પંચતીથી, આબુજી, તારંગાજી, વિગેરે સ્થળની યાત્રા કરી. ત્યારબાદ સં. ૧૯૦૨ અષાઢ માસમાં શ્રી સિદ્ધગિરિ પધાર્યા ત્યાં ચોમાસુ રહીને નવાણુ યાત્રા કરી, ત્યાંથી ઘોઘા, ભાવનગર, અમદાવાદ, ધૂલેવા,વિગેરે ની યાત્રા કરીને વાંકાનેરના રાજા શ્રીરત્નસિંહજી મહારાજ પ્રમુખ સર્વ સંઘના આગ્રહથી સં ૧૯૦૨ ફાગણ વદ ૭ સાતમને દિવસ વીકાનેરમાં આવ્યા અને ત્યાં શ્રીસંઘે બનાવેલા શ્રી સુપાર્શ્વનાથસ્વામિ ના દેરાસરની સં. ૧૯૦૪ માઘ શુદિ દશમીને દિવસ પ્રતિષ્ઠા કરી. ત્યારબાદ સં. ૧૯૦૫ વૈશાખ શુદિ ૫ ને દિવસ શ્રીચિન્તામણિપાશ્વનાથજીના મંદિરમાં જિનબિંબની પ્રતિષ્ઠા કરી, સં. ૧૯૦૬ માગસર શુદિ ૧૩ને દિવસ મંડાવર ગામમાં ખરતરગચ૭ અધિષ્ઠાયક ગેરા નામના ક્ષેત્રપાલને પ્રસન્ન કર્યો. તથા સં. ૧૯૧૪ અષાઢ શુદિ ૧ એકમને દિવસ વીકાનેરમાં પ્રતિષ્ઠા કરી તથા સં. ૧૯૧૬ના વૈશાખ વદિ ૬ છઠને દિવસ નાલ ગામમાં દાદાવાડીમાં સંઘે બનાવેલા નવીન મંદિરની
For Private and Personal Use Only