________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૯) બોલાવ્યા અને સૂરિજીએ ક્રિોદ્ધાર કર્યો, ત્યારબાદ સૂરિજીએ વિચાર્યું કે પહેલા દેરાઉર નગરમાં શ્રીજિનકુશલસૂરિજી મહારાજની યાત્રા કર્યા બાદ સર્વ પરિગ્રહ ત્યાગ કરીને વિહાર કરીશ, તેથી સૂરિજી યાત્રા માટે દેરાઉર નગરમાં પધાર્યા અને ત્યાંથી ગુરૂ દર્શન કરીને પાછા આવતા રસ્તામાં પાણીના અભાવથી તૃષા પરિષહ અત્યન્ત થયે, ત્યારબાદ રાત્રિના વખતે પાણી મળ્યું ત્યારે સૂરિજીએ વિચાર કર્યો કે મેં આટલા વર્ષ સુધી વિહાર પચ્ચખાણ કર્યું તેને એક દિવસ વાર્તા કેવી રીતે ભંગ કરું એવી રીતે વિચાર કરીને ત્યાંજ અણસણુ કરીને સં. ૧૬૧૨ ના અષાઢ શુદિ ૫, પંચમીને દિવસે કાલધર્મ પામીને સ્વર્ગ ગયા.
૬૧, તેમની પાટે શ્રીજિનચન્દ્રસૂરિ થયા, તેમના વડલી ગામવાસી રીહોત્રીય શાહ શ્રીમંત પિતા અને સિરિયાદેવી માતા હતાં, સં. ૧૫૯૪ માં જન્મ થયો અને સં. ૧૯૦૪માં તીક્ષા થઈ હતી
For Private and Personal Use Only